નીતીશ-તેજશ્વી એક જ ફ્લાઇટમાં દિલ્હી જવા રવાના:બિહારના મુખ્યમંત્રી NDAની જ્યારે તેજસ્વી INDIAની બેઠકમાં ભાગ લેશે - At This Time

નીતીશ-તેજશ્વી એક જ ફ્લાઇટમાં દિલ્હી જવા રવાના:બિહારના મુખ્યમંત્રી NDAની જ્યારે તેજસ્વી INDIAની બેઠકમાં ભાગ લેશે


18મી લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ભાજપને 240 બેઠક મળી, જે બહુમતીના આંકડા કરતા 32 બેઠક ઓછી છે. જો કે NDA 291 બેઠકો સાથે બહુમતીનો આંકડો પાર કરી ગયો. આ સાથે NDA ત્રીજી વખત સરકાર બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. NDA આજે ​​સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. આ પહેલા મહાગઠબંધનના સાથી પક્ષોની બેઠક બોલાવવામાં આવી છે. પીએમએ બિહારના સીએમ નીતીશ કુમાર અને ટીડીપી નેતા ચંદ્રબાબુ નાયડુને ફોન કરીને આ બેઠકમાં હાજરી આપવા કહ્યું છે. આ બેઠક દિલ્હી ખાતે 7 લોક કલ્યાણ માર્ગ વડાપ્રધાનના નિવાસ સ્થાને સાંજે 4 વાગ્યે મળશે. બિહારના સીએમ નીતીશ કુમાર અને આરજેડી નેતા તેજસ્વી યાદવ એક જ ફ્લાઈટમાં દિલ્હી જઈ રહ્યા છે. નીતીશ NDAની બેઠકમાં ભાગ લેશે, જ્યારે તેજસ્વી INDIA ગઠબંધનની બેઠકમાં ભાગ લેશે. ચંદ્રાબાબુની ટીડીપી 15 બેઠકો સાથે એનડીએમાં બીજી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે અને નીતીશની જેડીયુ 12 બેઠકો સાથે એનડીએમાં ત્રીજી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. આ સમયે ભાજપ માટે બંને પક્ષો જરૂરી છે. તેમના વિના ભાજપ માટે સરકાર બનાવવી મુશ્કેલ છે. મંગળવારે સાંજે ચૂંટણી પરિણામો સ્પષ્ટ થયા બાદ પીએમ મોદી ભાજપ કાર્યાલય પહોંચ્યા અને કાર્યકર્તાઓને સંબોઘન કર્યું હતું. ભાષણ આપતી વખતે તેમની જીભ પર ભાજપ અને એનડીએનું નામ વધુ લેવાયું હતું. 34 મિનિટના ધન્યવાદ ભાષણમાં ભાજપનું નામ 6 વખત જ્યારે NDA (ભાજપના સહયોગી)ના નામનો 8 વખત ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાને ચંદ્રબાબુ નાયડુ અને નીતીશ કુમારનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમણે બંનેના નેતૃત્વમાં શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરી હતી. ત્રીજી ટર્મમાં એનડીએના નેતૃત્વમાં સારું કામ કરવાની ખાતરી પણ આપી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.