વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે જુદા જુદા વિભાગો માં મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે . - At This Time

વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે જુદા જુદા વિભાગો માં મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે .


વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે જુદા જુદા વિભાગો માં મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે

ઉત્તર ગુજરાત માં આવેલું ‌મહેસાણા જીલ્લા નું વડનગર ની સરકારી સિવિલ હોસ્પિટલ એટલે જી. એમ. ઈ .આર .એસ હોસ્પિટલ માં જૂન મહિનાથી દરરોજ જુદા જુદા વિષય ના નિષ્ણાતો દ્વારા જુદા જુદા દિવસો એ મેડિકલ કેમ્પ નું આયોજન થઈ રહ્યું છે, જેમાં વડનગર ની આસપાસ ની તમામ જાહેર જનતા ને લાભ લેવા માટે કેમ્પ નો સમય સવારે ૯:૦૦ કલાક થી સાંજે ૫:૦૦ કલાક સુધી નો રહેશે.
મેડિકલ કેમ્પ નો વિગતવાર કાર્યક્રમ આ મુજબ રહેશે.
(૧) મહિના ના પહેલા અને ત્રીજા મંગળવારે સ્ત્રી રોગ (ગાયનેક) વિભાગનો
(૨) મહિના ના પહેલા અને ત્રીજા બુધવારે સર્જરી રોગ (વિવિધ ઓપરેશનો) વિભાગનો
(૩) મહિના ના પહેલા અને ત્રીજા ગુરુવારે હાડકાના રોગ (ઓર્થોપેડીક) વિભાગનો*
(૪) મહિના ના પહેલા અને ત્રીજા શુક્રવારે મેડીસીન રોગ (જનરલ રોગો) વિભાગનો*
(૫)મહિના ના બીજા અને ચોથા બુધવારે આંખના રોગોના વિભાગ નો (મોતિયો / ઝામર ના રોગો)*
(૬) મહિના ના બીજા અને ચોથા ગુરુવારે કાન / નાક / ગળા ના રોગો તથા દાંત ના રોગોનો વિભાગ*
(૭)મહિના ના બીજા અને ચોથા શુક્રવારે ચામડી ના રોગો તથા માનસિક રોગો ના વિભાગ
પ્રજાજનો ને જે દર્દ હોય તે વિભાગ પ્રમાણે લાભ લ ઈ શકે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.