મતગણતરી અધ્ધવચ્ચે છોડી કેટલાક કાર્યકરોએ બહાર નીકળી શેર વેચ્યા - At This Time

મતગણતરી અધ્ધવચ્ચે છોડી કેટલાક કાર્યકરોએ બહાર નીકળી શેર વેચ્યા


એક્ઝિટ પોલના તારણથી નફો રળવા મોટા પાયે શેર ખરીદ કર્યા’તા

લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન પૂર્વે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણીમાં એનડીએની ભવ્ય જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને શેરબજાર તેજી આવશે તેવી વાત કરતાં દેશભરમાં લોકોએ મોટા પ્રમાણમાં શેરની ખરીદી કરી હતી, પરંતુ મંગળવારે ધારણા મુજબનું પરિણામ નહીં આવતાં શેરબજાર કડાકા સાથે તૂટ્યું હતું. મોટા નફાને બદલે નુકસાન દેખાતા લોકો શેર વેચવા નીકળ્યા હતા અને મોટા પ્રમાણમાં વેચવાલી થઇ હતી.

મોદી-શાહની ગેરંટીથી મોટા પ્રમાણમાં ભાજપના કાર્યકરોએ પણ શેરની ખરીદી કરી હતી અને ટૂંકા ગાળામાં મોટો નફો રળવાના સ્વપ્ન સેવ્યા હતા, પરંતુ પરિણામ ઊંધું આવતાં અને શેરબજારમાં કડાકો થતાં મતગણતરી કેન્દ્રમાં બેઠેલા કેટલાક કાર્યકરો ચાલુ ગણતરીએ મતગણતરી કેન્દ્રની બહાર નિકળી શેર વેચી નાખ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.