સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ – ટીંબીને એકવીસ લાખનું દાન —————— ન્યુ જર્સી (અમેરીકા) ના પ્રથમ કાર્યક્રમમાં સુંદર પ્રતિસાદ ——————
સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ - ટીંબીને એકવીસ લાખનું દાન
——————
ન્યુ જર્સી (અમેરીકા) ના પ્રથમ કાર્યક્રમમાં સુંદર પ્રતિસાદ
——————
ઉમરાળા ના ના ટિમ્બિ આરોગ્ય ધામ માટે બીજી જૂન - ૨૦૨૪ રવિવારની સાંજે ન્યુજર્સી (અમેરીકા) માં સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ-ટીંબી ના લાભાર્થે હાસ્યકાર ડો જગદીશ ત્રિવેદી (પદ્મશ્રી) ના કાર્યક્રમ યોજાયો હતો. ભાવનગર જીલ્લાનાં ટીંબી ગામમાં છેલ્લા અઢાર વર્ષથી સદગુરુદેવ સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી ની પ્રેરણાથી તદ્દન નિશુલ્ક હોસ્પિટલ ચાલે છે જ્યાં બધાજ પ્રકારની સારવાર-ઓપરેશનો વગેરે તદ્વન નિશુલ્ક પ્રદાન કરવામાં ઉપરાંત દર્દીના સગા-વહાલાને ભોજન પણ નિશૂલ્ક આપવામાં આવે છે. આ હોસ્પિટલના સમર્પિત અમેરીકા સ્થિત ડો. મહેશ લીંબાણી અને મિત્રો દ્વારા બીજી જૂન-૨૪ રવિવારે જગદીશ ત્રિવેદીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આશરે ૨૫૩૦૦ ડોલર એટલે કે આશરે એકવીસ લાખ રુપિયા જેવી માતબર રકમ એકત્ર થઈ હતી. આ પ્રસંગે જાણીતા ન્યુરોલોજીસ્ટ ડો સુમુલ રાવલ અને જાણીતા દાનવીર અને ફાર્માસિસ્ટ ઋતુલ શાહ તથા સૌરાષ્ટ્ર ક્રીકેટ એશોશિએશનના સૌરીન રોહીત શાહ ખાસ અતિંથીવિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.હજુ સાતમી જૂને અમેરિકાના ફેરફેક્ષ વર્જીનીયા અને આઠમી જૂને બાલ્ટીમોર ખાતે આ ટીંબી હોસ્પિટલ ના લાભાર્થે બીજા બે કાર્યક્રમો થશે આ ત્રણેય કાર્યક્રમોના મળીને દાનની કુલ રકમ એકાવન લાખને પાર કરશે એવી શ્રદ્ધા છે તેવી માહીતી હોસ્પીટલ ના ટ્રસ્ટી અને વહીવટકર્તા શ્રી બી એલ રાજપરા એ આપેલ છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.