પિતા પાસે લેણી થતી રકમ તેમના મુત્યુબાદ પુત્રોને પણ ભરવી પડે: વિસાવદર કોર્ટ પી.જી.વી.સી.એલ. કંપનીની લેણી રકમની દરખાસ્તમાં એડવોકેટ નયનભાઈ જોશીની ધારદાર દલીલો - At This Time

પિતા પાસે લેણી થતી રકમ તેમના મુત્યુબાદ પુત્રોને પણ ભરવી પડે: વિસાવદર કોર્ટ પી.જી.વી.સી.એલ. કંપનીની લેણી રકમની દરખાસ્તમાં એડવોકેટ નયનભાઈ જોશીની ધારદાર દલીલો


પિતા પાસે લેણી થતી રકમ તેમના મુત્યુબાદ પુત્રોને પણ ભરવી પડે: વિસાવદર કોર્ટ
પી.જી.વી.સી.એલ. કંપનીની લેણી રકમની દરખાસ્તમાં એડવોકેટ નયનભાઈ જોશીની ધારદાર દલીલો
.વિસાવદર સિવિલ કોર્ટમાં પી.જી. વી.સી.એલ.કંપનીના અધિક્ષક ઈજનેર બી.ડી.પરમારસાહેબની સૂચના અને માર્ગદર્શન થી વિસાવદર સિવિલ કોર્ટમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના સબ ડિવિઝન નંબર-(૨)ના નાયબ ઈજનેર કમલ અખેણીયા દ્વારા વિસાવદર કોર્ટમાં કરશનભાઇ જીવાભાઈ વાળા સામે જુદા જુદા બે દાવાઓ દાખલ કરવામાં આવેલ જેમાંપ્રતિવાદીએ પાવરચોરીની રકમ નહિ ભરતા અને બન્ને દાવા વિસાવદર કોર્ટમાં ચાલી જતા પ્રતિવાદી વિરુદ્ધ બન્ને દાવામાં રકમ વ્યાજ,વકીલ ફી તથા કોર્ટ ફી સહિતની રકમ ચૂકવવા કોર્ટ આદેશ કરેલો નામદાર કોર્ટના હુકમ બાદ પણ પ્રતિવાદી તરફથી કોર્ટનો હુકમ હોવા છતાં રકમ નહિ ભરતા પી.જી.વી.સી. એલ.કંપનીના સબ ડિવિઝન નંબર (૨)ની સૂચના મુજબ વિસાવદર ના પેનલ એડવોકેટ નયનભાઈ જોશી દ્વારા વિસાવદર કોર્ટમાં જુદી જુદી બે દરખાસ્તો દાખલ કરતા પ્રતિવાદીનુ અવસાન થયેલ હોય તેવા શેરા સાથે સમન્સ પરત આવેલ તેજ દિવસે પ્રતિવાદીના વારસો પણ અન્ય દરખાસ્તના કામમાં કોર્ટમાં હાજર હોય તેઓને ગુજરનાર પ્રતિવાદીના વારસો તરીકે જોડવા અને તેમની સામે દરખાસ્તનું કારણ ચાલુ રહેતું હોય તેમજ પિતાનું લેણું ચુકવવાની પુત્રોની કાયદા મુજબ જવાબદારી થાય તે સંબંધે રજુઆત કરતા તેમના બન્ને પુત્રો બટુકભાઈ તથા ભુપતભાઇ ને વારસો તરીકે જોડવા તથા તેમના પિતાનું લેણું તેમના પુત્રોએ ભલે તે હૈયાત ન હોય તો પણ ભરપાઈ કરવું પડે તેવી રજુઆત ધ્યાને લઇ પ્રતિવાદીઓ સામે કાર્યવાહી ચાલુ રાખતા આખરે પુત્રોએ પિતાની સામે લેણી રહેતી રકમ તેમના અવશાન બાદ પુત્રોએ ભરવાની થતી હોય તેવું પ્રતિવાદીને સમજાવતા આખરે બન્ને પુત્રોએ તેમના ગુજરનાર પિતા પાસે લેણી થતી બન્ને કેસની રકમ ભરી આપતા કેસનો સુખદ અંત આવેલ હતો.નામદાર કોર્ટમાં આ રીતે સમજાવટ કરતા અન્ય કેસોમાં પણ પિતા ગુજરી ગયેલ હોય તેવા કિસ્સામાં તેમના પુત્રોએ રકમ ભરવી પડે તેવો નિર્ણય કરતા ઘણા કેસોમાં રકમ ભરાઈ જશે.આ કામમાં વાદી કંપની વતી વિસાવદર ના એડવોકેટ નયનભાઈ જોશી રોકાયેલ હતા

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.