શિહોર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 9 માં આવેલ સ્મશાન ઘાટ માં સ્નાનઘાટ બનાવવાની અઢી વર્ષ થવા આવ્યા પરંતુ હજી પાણીની વ્યવસ્થા ત્યારે થશે - At This Time

શિહોર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 9 માં આવેલ સ્મશાન ઘાટ માં સ્નાનઘાટ બનાવવાની અઢી વર્ષ થવા આવ્યા પરંતુ હજી પાણીની વ્યવસ્થા ત્યારે થશે


.... શિહોર નગરપાલિકાને અનુસૂચિત જાતિ વિસ્તારોમાં વિકાસના કામ કરવામાં આવતા નથી. શિહોર વોર્ડ નંબર..9.. મા મુકતેશ્વર મહાદેવની બાજુમાં સ્મશાન ઘાટ બનાવ્યાને બે અઢી વર્ષ થવા આવ્યા પરંતુ પાણીની વ્યવસ્થા આજદિન સુધી કરવામાં આવી નથી. વારંવાર રજુઆત કરવા છતાં હજી કામ કરતા નથી.સરકારી ગોડાઉન પાસે આવેલ બોરરમાંથી લાઈન નાખવા માટે સ્મશાનમાં પાણી લઇ જવા મજૂરી પત્ર પણ અરજદારે મેળવી લીધેલ છે જેને આજ કાલ કરતા આઠ માસ થવા આવ્યા પરંતુ હજી અહીં પાણીની લાઈન નાખવામાં આવતી નથી. આજરોજ શિહોર શહેર શિવસેના પ્રમુખ કેશુભાઈ સોલંકી દ્વારા ચીફ ઓફિસર પી. એમ. ભટ્ટ ને રજૂઆત કરતા દસથી બાર દિવસનો સમય આપેલ છે જો દસથી બાર દિવસમાં અહીં પાણીની લાઈન નાખવામાં નહિ આવે તો કેશુભાઈ સોલંકી દ્વારા શિહોર નગરપાલિકાના ગેટ પાસે ધરણા ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારી છે રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.