જસદણ નગરપાલીકા દ્વાર reduce, reuse, recycle, સેન્ટર ખોલવામાં આવ્યુ - At This Time

જસદણ નગરપાલીકા દ્વાર reduce, reuse, recycle, સેન્ટર ખોલવામાં આવ્યુ


જસદણ નગરપાલિકા દ્વારા પ્રાદેશિક કમિશનર સ્વપ્નિલ ખરે અને ચીફ ઓફિસર રાજુભાઈ શેખના માર્ગદર્શન હેઠળ શહેરના આટકોટ રોડ પર આવેલ ફાયર સ્ટેશનની બાજુમાં RRR સેન્ટર ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ RRR સેન્ટર(REDUCE, REUSE, RECYCLE) દ્વારા પ્લાસ્ટિક, કાગળ, કપડા, કાચ, ઈ-વેસ્ટ, ચપ્પલ જેવા કચરાને અલગ-અલગ એકઠો કરી તેનો બીજી વખત ઉપયોગ અથવા રિસાયકલ કરી શકાય છે. જેથી જસદણના નગરજનો દ્વારા ઉપરોક્ત કચરાને જ્યાં-ત્યાં ફેંકવાના બદલે આ RRR સેન્ટરમાં નાખવામાં આવે તેવી જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર રાજુભાઈ શેખ દ્વારા અપીલ કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.