ઉજ્જડ પોરબંદરને 5000 વૃક્ષોના માધ્યમથી બનાવાશે લીલુછમ્મ - At This Time

ઉજ્જડ પોરબંદરને 5000 વૃક્ષોના માધ્યમથી બનાવાશે લીલુછમ્મ


*ઉજ્જડ પોરબંદરને 5000 વૃક્ષોના માધ્યમથી બનાવાશે લીલુછમ્મ*

*નટવરસિંહજી ક્લબ ખાતે યોજાઈ અગત્યની બેઠક: રામદેવભાઈ મોઢવાડિયા અને પ્રવીણભાઈ ખોરાવા તથા ધર્મેશભાઈ પરમાર ના નેતૃત્વમાં શહેર ની અનેક સામાજિક સેવાભાવી સંસ્થાઓના સહયોગથી મહા અભિયાનનો થશે શુભારંભ:ગાંધી અને સુદામાની નગરીને હરિયાળી બનાવવા માટે 4100 વૃક્ષો માટે નગજનોએ સ્વયંભુ કરાવી નોંધણી:રાજકોટના સદ્ભાવના સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી વિજયભાઇ ડોગરીયા અને તેની ટીમ વૃક્ષોના રોપાણથી લઇ ઉછેરાવા સુધીની જવાબદારી સંભાળી:પોરબંદર જીઆઇડીસી એસોસિએશને સંભાળી મોટી જવાબાદારી : 2000 વૃક્ષોનું કરશે રોપાણ:60 લાખથી વધુના ખર્ચે પોરબંદરને હરિયાળુ બનાવાશે*

ગાંધી અને સુદામાનગરી પોરબંદરને હરીયાળુ બનાવવા પોરબંદર શહેરના સમાજ શ્રેષ્ઠીઓએ જવાબાદારી સંભાળી છે. ગઇકાલે પોરબંદરના નટવરસિંહજી કલબમાં મહત્વની બેઠકનુ આયોજન કરાયુ હતુ જેમાં 4100 વૃક્ષો માટે નગરજનોએ સ્વયંમભૂ નોંધણી કરાવી હતી, અને 5000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું હતું.

*ત્રણ સામાજિક અગ્રણીઓનું અનોખું અભિયાન*

પોરબંદરના સામાજિક અગ્રણીઓ રામદેવભાઇ મોઢવાડિયા પ્રવીણભાઈ ખોરાવા તથા ધર્મેશભાઈ પરમાર દ્વારા આ અભિયાનની શરૂઆત થઈ છે.ભારતમાં દર વર્ષે ગરમી પારાનો રેક્રોડ તોડી રહ્યો છે. ગ્લોબલ વોમિંગના કારણે આજે તાપમાનો પારો વધતો જઇ રહ્યો છે. જે ભવિષ્યના મનુષ્ય માટે રેડ એલર્ટ સિગ્નલ સમાન કહી શકાય છે. આપણી પ્રકુતિને બચાવવા અને વૃક્ષોની જાળવી તેને વધુ વધુ રોપાણ કરવા તે આપણા સૌની નૈતિક જવાબાદારી છે. પોરબંદરને ગ્રીન બનાવવા રવિવારના રોજ નટરવસિંહજી કલબ ખાતે મહત્વની મીટીગ યોજાઇ હતી. પોરબંદર તાલુકા રેડક્રોસ શાખાના પ્રમુખ રામદેવભાઈ મોઢવાડીયા,પાયોનીયર કલબના પ્રમુખ પ્રવીણ ખોરાવા,પોરબંદર ગ્રીનના કો-ઓર્ડીનેટર ધર્મેશ પરમાર દ્વારા જણાવાયું છે કે,પોરબંદરમાં સંસ્થાઓના ઉપક્રમે પાંચ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવાની સાથોસાથ તેનો ઉછેર પણ કરવામાં આવશે જેમાં લીમડો,પીપળો,વડલો જેવા ૧૦૦ વર્ષ કે તેથી વધુ આયુષ્ય ધરાવતા અને પ્રકૃતિ તથા પર્યાવરણને ઉપયોગી એવા આ વૃક્ષોનું પદ્ધતિસરનું વાવેતર કરવાની સાથોસાથ તેનો વ્યવસ્થિત ઉછેર પણ કરવામાં આવનાર છે. નટવરસિંહજી કલબ ખાતે યોજાયેલી મીંટીગમાં ઉપસ્થિત તમામ નગરજનોએ 5000 વૃક્ષો રોપાણના સંકલ્પો લીધા હતા. નટરસિંહજી કલબમા યોજાયેલ બેઠકમાં ભાઇશ્રી રમેશભાઇ ઓઝા, સ્વામી ભાનુપ્રકાશજી, પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા તથા પાલિકા પ્રમુખ ચેતનાબેન તિવારી, પાયોનીયર કલબના પ્રવીણભાઇ ખોરાવા, રેડક્રોસના ચેરમેન રામદેવભાઇ મોઢવાડીયા કોડીનેટર ધર્મેશભાઇ પરમાર રહ્યાં હાજર

*પોરબંદરને ગ્રીન બનાવવા દાતાઓ નો મળ્યો સહયોગ*

સુરખાબીનગરી પોરબંદરને ગ્રીન બનાવવા દાતાઓ પણ આગાળ આવ્યા છે. જેમાં સૌથી મોટી જવાબદારી પોરબંદર જીઆઇડીસી એસોસિએસને લીધી છે. જીઆઇડીસી એસોસિએશનના જીણુભાઇ દયાતર અને ધીરુભાઇ કક્કડ તથા તેમની ટીમ દ્વારા રુપિયા એક વૃક્ષના 1500 લેખે 30 લાખના ખર્ચે 2000 વૃક્ષોનુ દાન નોધાવ્યુ છે. તેમજ પૂર્વે નગરપાલિકા પ્રમુખ પંકજભાઇ મજીઠીયા તથા લાયન્સ સોસાયટીના વિનુભાઇ દાતાણી,સુરેશભાઇ ગાંધી, અરુણભાઇ શાહ દ્વારા એક વૃક્ષના 1500 લેખે 3,75,000ના 250 વૃક્ષો તથા પાયોનિયર કલબના પ્રવીણભાઇ ખોરાવા એક વૃક્ષના 1500 લેખે 3 લાખના ખર્ચે 200 વૃક્ષો, નીરજ મોનાણી દ્વારા એક વૃક્ષના 1500 લેખે 3,75,000ના 250 વૃક્ષો , આનંદભાઇ દાતાણી દ્વારા એક વૃક્ષના 1500 લેખે 3,75,000ના 250 વૃક્ષો , પોરબંદર મેડીકલ એસોસિએશન (રાજદીપસિહ જેઠવા) દ્વારા એક વૃક્ષના 1500 લેખે 76,500 51 વૃક્ષો તેમજ સિલ્વર સી ફુડના વિરેન્દ્વભાઇ દ્વારા એક વૃક્ષના 1500 લેખે 3 લાખના ખર્ચે 200 વૃક્ષો માટે આપવામાં આવ્યા હતા. તથા જાણીતા તબીબ ડો.નિતિ લાલ દ્વારા એક વૃક્ષના 1500 લેખે 1,51,000 ખર્ચે 100 વૃક્ષો , કેતનભાઇ ગજ્જર દ્વારા દ્વારા એક વૃક્ષના 1500 લેખે 1,51,000 ખર્ચે 100 વૃક્ષો, પ્રફુલાબેન આદ્રોજા દ્વારા દ્વારા એક વૃક્ષના 1500 લેખે 1,51,000 ખર્ચે 100 વૃક્ષોનુ અનુદાન, રાજેશભાઇ પાંજરી ( અમર સી ફૂડ) દ્વારા એક વૃક્ષના 1500 લેખે 1,00,000 ખર્ચે 67 વૃક્ષો , સુદામા પ્લાયવુડ અંબાસભાઇ દ્વારા એક વૃક્ષના 1500 લેખે 50,000ના ખર્ચે 33 વૃક્ષો, પટેલ એકેડમીના ધવલ સર દ્વારા દ્વારા એક વૃક્ષના 1500 લેખે 75000 ખર્ચે 50 વૃક્ષો ,સ્વ હરીલાલ ગગનભાઇ શિયાળ હસ્તે પવનભાઇ શીયાળ દ્વારા એક વૃક્ષના 1500 લેખે 45000 ખર્ચે 30 વૃક્ષો, પોરબંદર ડીસ્ટ્રીક ચેમ્બર ઓફ કોમર્સ
અનીલભાઇ કારીયા એક વૃક્ષના 1500 લેખે 75000 ખર્ચે 50 વૃક્ષો,દીલીપભાઇ સાજણભાઇ ઓડેદરા એક વૃક્ષના 1500 લેખે 76500 ખર્ચે 50 વૃક્ષો, ઓડેદરા અરજન વજશી એક વૃક્ષના 1500 લેખે 51000 ખર્ચે 34 વૃક્ષો અનુદાન વૃક્ષો, અલ્પેશભાઇ પલાણ દ્વારા એક વૃક્ષના 1500 લેખે 31500 ખર્ચે 21 વૃક્ષો,કલ્પેશભાઇ પલાણ દ્વારા એક વૃક્ષના 1500 લેખે 37500 ખર્ચે 25 વૃક્ષો,દીલીપભાઇ મોઢવાડીયા(હઝૂર હોટેલ) એક વૃક્ષના 1500 લેખે 75000 ખર્ચે 50 વૃક્ષો માટે આપવામાં આવ્યુ છે.

*પોરબંદરને હરિયાળુ બનાવવા મહત્વનો ફાળો*

પોરબંદરને હરિયાળુ બનાવવાની મુહિમા ડો.શેઠ, ડો.દર્શક પટેલ, ડો.ગરેજા, ડો.કલ્પિત પરમાર,નિરજભાઇ મોનાણી, સેવાભાવિ ભરતભાઇ રુઘાણી, સુધરાઇ સભ્ય ધવલભાઇ જોષી દિપેનભાઇ ગોરસીયા, અનિલભાઇ કારીયા, અશોકભાઇ કોટેચા,આકાશભાઇ લાખાણી નરેશભાઇ થાનકી, આનંદ દતાણીના સહયોગથી આ કામગીરી થઇ રહી છે.

*સદ્ભાવના ટ્રસ્ટે પોરબંદર માટે લીધી મોટી જવાબદારી*

પોરબંદરને હરિયાળુ બનાવવા સદ્ભાવાના ટ્રસ્ટે મોટી જવાબદારી લીધી છે. જેમાં ટ્રસ્ટ દ્વારા વૃક્ષોના રોપાથી લઇ ઉછેર સુધીની જવાબદારી લીધી છે.કુદરતી આફતો સમયમાં વૃક્ષને નુકસાન પહોચશે તો ફરી વાવેતર કરાવામાં આવશ અને તેને પાણી ખાતર સહિત જરુરરિયાત પુરી પાડવામાં આવશે.

*પૂજ્ય ભાઈશ્રીનું વક્તવ્ય*

આ પ્રસંગે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે હું ઘણીવાર કથાઓમાં પણ કહેતો હું છું કે એક વૃક્ષ વાવો અને હમણાં જેમ વિજય ભાઈ કહ્યું તેમ આપણે એક વૃક્ષ હેઠળ જીવીએ છે. મનુષ્યને પણ એના ફળ મળે છે અને પશુ પક્ષીઓ પણ વૃક્ષના ફળ ખાય છે. ધર્મશાળા લાખો રૂપિયાના ખર્ચે કરોડ રૂપિયા ખર્ચે બનાવવાની આપણી ક્ષમતા ના હોય પણ જો મનુષ્ય એક વૃક્ષ વાવે તો એક ધર્મશાળાનો નિર્માણ કરે તેવી તાકાત છે. કેટલાય પક્ષીઓને તે વૃક્ષમાં આશ્રય મળે છે. ભેંસ પણ આ કાળા તડકામાંથી બચવા માટે વૃક્ષ નીચે આટા લગાવે છે. એક વૃક્ષ એટલે એક ઔષધાલય છે. આપણે એક વૃક્ષ વાવીએ તો એક ધર્મશાળા એક અન્નક્ષેત્ર અને એક ઔષધાલય , એક મંદિરનું નિર્માણ કરી શકીએ છે. હળદરને આપણા વડીલોએ સર્વઔષધિ કહી છે.તેના જેવી એન્ટીબાયોટિક એક પણ વસ્તુ નથી.તેમાંથી કંકુ બને છે અને આપણે તેનો ઉપયોગ પૂજાઓમાં કરીએ છીએ. એટલા માટે આપણી ધરતી ઉપર આ બધા જ વૃક્ષોનો એક મહત્વ છે. આપણા ઋષિમુનિઓ આ વૃક્ષોને પૂજા કરતા અને આજે પણ આપણે વૃક્ષોની પૂજા કરીએ છીએ. જેથી આપણે સૌ સાથે મળી પોરબંદરને હરિયાળું બનવા એકબીજાના સહકારથી સહભાગી બનીએ.

*પોરબંદરના પુર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનું વક્તવ્ય*

પ્રસંગે પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા એ પોતાના વક્તવ્યમાં નગરજનોને કહ્યું હતું કે જે વિજયભાઈ હમણાં વાત કરતા હતા કે સૌથી ઓછા વૃક્ષો પોરબંદરમાં છે. એવું ન હતું કે પોરબંદરમાં નહોતા. આખો એમજી રોડ છે કે જ્યાં વૃક્ષ રહેવા દીધા નથી આપણે બધાએ ભેગા થઈને ખાટકી નું કામ કર્યું છે વૃક્ષોને કાપી નાખ્યા છે શું કરવા કાપ્યા છે ? આગળ જે જેની પ્રોપર્ટી હતી એને બાલ્કની બહાર કાઢી અને વૃક્ષો નડે નહિ એટલા માટે તેને કાપી નાખવામાં આવ્યા છે. એમ કરી કરીને અત્યારે હાલ પોરબંદરના વૃક્ષો રહેવા દીધા નથી. જો કોઈ વ્યક્તિ પ્લેનમાંથી પોરબંદર આવે અને પોરબંદરને જુઓ તો સમ ખાવા ખાતર પણ વૃક્ષો તે ગ્રીનહરી દેખાઈ નહીં. એની જગ્યાએ અન્ય જિલ્લાઓમાં અન્ય શહેરોમાં ગ્રીનહરી દેખાય છે. હાલ વૃક્ષારોપણ કરવાનો વારો એટલા માટે આવ્યો છે કે આપણે આપણા શહેરને બરબાદ કરી નાખ્યું છે. એવું પણ લાગે છે કે જો આવું ને આવું રહ્યું તો પૂજ્ય ભાઈશ્રી ભાગવત કથા તો કરે છે પણ ક્યાંક વૃક્ષ કથા કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ ન થાય. જો આવું ને આવું ચાલ્યું તો મનુષ્યના અસ્તિત્વની જે સ્થિતિ છે તે ટકી નહીં શકે. હું અમદાવાદ હતો ત્યારે મને જાણવા મળ્યું એક ખાનગી ન્યુઝ પેપર તેમજ એક ચેનલ દ્વારા તાપમાન માપવાનો એક સર્વે કરવામાં આવ્યો જેમાં ચોકાવનારા આંકડાઓ સામા આવ્યા છે જેમાં એવું જાણવા મળ્યું કે જે દિવસે અમદાવાદના 45 ડિગ્રી હતું ત્યારે ત્યારે જો ડામર રોડનું તાપમાન જોયું તો 71 ડિગ્રી નીકળ્યું. આમાં તો પાણી પણ ઉકડી જાય તેટલું ધરતીનું તાપમાન ગરમ નીકળ્યું આ ઉપરાંત સિમેન્ટ રોડનું 64 ડિગ્રી તથા જ્યાં બ્લોક નાખેલા હતા ત્યાં 61 ડિગ્રી તેમજ જ્યાં વૃક્ષો હતા ત્યાં નું તાપમાન 39 ડિગ્રી તાપમાન નોંધાયો હતો. પોરબંદરના તંત્ર દ્વારા નરસંગ ટેકરીથી લઇ ત્રણ માઇલ સુધી રોડની વચ્ચે પિંજરા સાથે વૃક્ષો મૂકવામાં આવ્યા છે ક્યારેક પિંજરા નમી જાય છે ત્યારે આપણે એમ નથી થતું કે તેને ઉભા કરી અને સીધા કરીએ જેથી ટકી જાય. મારે સરકારી શાળાઓની આસપાસ વૃક્ષોનું રોપાણનું આયોજન કરવું છે. સ્કૂલોની આસપાસ પણ વધુ હરિયાળી રહે અને બાળકોને પણ આનંદથી રહી શકે તે માટે કઈક કરવું છે. બધા પોરબંદર વાસીઓએ જાગૃત થઈ 5000 વૃક્ષોનો જે અભિયાન શરૂ કર્યો છે તેમાં સોભાગી થઈએ તે આપણા અને ભવિષ્યના લોકો માટે હિત માટે છે.

*વૃક્ષોમાં દાતાઓની લાગશે વૃક્ષો પર લાગશે તક્તી : રેડ ક્રોસ ચેરમેન રામદેવ મોઢવાડિયા*

આ પ્રસંગે પોરબંદર રેડક્રોસ સોસાયટીના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા એ જણાવ્યું હતું કે પોરબંદરને હરિયાળું બનાવવા માટે મારી વાડી મીટીંગ કરવામાં આવી હતી જેમાં પોરબંદર પ્રકૃતિ પ્રેમી લોકો હાજર રહ્યા હતા ત્યારબાદ અમે ભાઈશ્રી ને મળીયા ત્યારબાદ આખું આયોજન નક્કી થયું અને આ આયોજનમાં GTPL ના રાજભા જેઠવાનો સહયોગ મળ્યો છે.સદભાવના ટ્રસ્ટના વિજયભાઈ કહ્યું કે વૃક્ષોના ઉછેરવા માટે પાણી ખાતર સહિતની જવાબદારી સંભાલીએ પણ પોરબંદરમાં ૨૦૦૦ હજાર વૃક્ષોનો પ્રજોકેટ હોય તો જવાબદારી સંભાલિએ તેમ જણાવ્યું હતું. ૩ હજાર રૂપિયાની અંદર જે દાતા હશે તેને ટકતી જાણ પણ લાગશે તેમજ તેના મોબાઈલ નંબર પર તેનું સ્ટેટ્સ મળતું રહેશે.જો વૃક્ષો બળી જશે તો અમે ફરી રોપણ કરીશું તેમ જણાવ્યું હતું.જોઈ કોઈ ૧૫૦૦ રૂપિયાનો દાતા કોઈ આવશે તો અમે ૧૫૦૦ રૂપિયાનો દાતા સદભાવના ટ્રસ્ટ શોધીને વૃક્ષો માટે કામગીરી કરવામાં આવશે.એટલે એક વ્રુક્ષ ની અંદર બે તકતીઓ લગાડાશે.આ વિચારને આગળ વધારવા માટે આજનો આ કાર્યકમ યોજવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 4100 વૃક્ષો માટે નોંધણીનો આંકડો પહોચી ગયો છે.પોરબંદરને ગ્રીન બનાવવા લોકો ઘણો સાથ અને સહકાર મળી રહ્યો છે. આપણે પોરબંદરમાં 5 હજાર વૃક્ષો રોપણ કરવાનું છે તે આપણે સાથે મળીને કરવાનું છે.પોરબંદર વિવિધ સેવાભાવી સંસ્થા અલગ અલગ વિસ્તારની જવાબદારી લે તો આપણું પોરબંદર ગ્રીન પોરબંદર બનતા વાર લાગશે નહિ.પોરબંદરના હરિયાળું બનવા અમરા દ્વારા ધક્કો માર્યો છે.હવે આપણે એકબીજા સહકારથી પોરબંદરને હરિયાળું બનાવવાનું છે.

*સદભાવના ટ્રસ્ટના ટ્રસ્ટી વિજય ડોંગરીયા નું ઉદબોધન*

આ પ્રસંગે સદભાવના ટ્રસ્ટના ટ્રસ્ટી વિજયભાઈ ડોંગરીયા એ પણ પોતાના વક્તાઓમાં જણાવ્યું હતું કે આજદિન સુધી આમારા દ્વારા 25 લાખ જેટલા ઝાડવા મોટા કર્યા છે. અઢીસો કરોડ કરતા વધુ ફંડ અમને આ ઝાડ ઉછાળવા માટે આપ્યા છે. 151 કરોડ વૃક્ષ આખા ભારતમાં વાવી આખા ભારતને ગ્રીન કરવું અમારી સંસ્થાનું સંકલ્પ અને સપનું છે. આપણે સૌ વિસ્તાર વાઈઝ સાથે મળીએ કામ કરશું તો જ થશે. સંસ્થા દ્વારા પોરબંદર વિઝીટ કરવામાં આવી છે આ વિઝિટમાં ચોકાવનારો જોવા મળ્યું છે જેમાં સીટી વિસ્તારમાં ચક્કર લગાવતા જોવા મળ્યું કે એક પણ વૃક્ષ નથી માત્ર ને માત્ર ગાંડા બાવળો છે. મને ક્યાંય સુંદર વડ જોવા મળ્યો નથી ક્યાંય એક પીપળો પણ જોવા મળ્યો નથી. ખરેખર ગુજરાતના આટલા બધા જિલ્લાઓમાં વૃક્ષોની બાબતમાં સૌથી નબળું હોય તો તે પોરબંદર શહેર છે. આપણા પોરબંદરને કેમ હરિયાળું બનાવીએ તે આપણા સૌને જવાબદારી છે. વૃક્ષનું નામ પડે એટલે માત્ર ઓક્સિજન યાદ આવે છે પણ તું વૃક્ષો ઓક્સિજન સિવાય અન્ય વસ્તુઓ પણ આપણને આપે છે. લાખો જીવોનો આશરો આ વૃક્ષો આપે છે. ચાર વર્ષ સુધી જો વૃક્ષોને ઉછેર્યા બાદ પાણી પાવામાં આવે તો પક્ષીઓ અને અન્ય જીવોને તે ઘણી રીતે ખોરાક રૂપી મદદ થઈ શકે
છે.

*એક વ્યક્તિ એક વૃક્ષને મોટું કરે : ભરતભાઈ લાખાણી*

પોરબંદરના જાણીતા વકીલ ભરતભાઈ લાખાણીએ નટવરસિંહ ક્લબમાં આયોજિત કાર્યક્રમમાં સંચાલનનો દોર સાંભળ્યો હતો એને તેમણે કહ્યુ હતુ કે આપણે સૌ સાથે મળી પોરબંદરને હરિયાળુ બનાવવાનુ છે. દરેક વ્યકિત એક વૃક્ષ વાવી તેને ઉછેર તે જરુરી બની ગયુ છે. પોરબંદરના નગરનોને વિનંતી છે કે પોરબંદરને હરિયાળુ બનાવવાના અભિયાનમાં આપણે સાથે મળી એકબીજા સહકાર આપીયે.

*શાસ્ત્રી ભાનુપ્રકાશજીનુ પ્રવચન*

પોરબંદર સ્વામિનારાયણ ગુરુકુળના શાસ્ત્રી સ્વામી ભાનુ પ્રકાશજીએ પણ નટરવસિહજી ખાતે આયોજીત કાર્યક્રમમાં હાજરી આપી હતી અને કહ્યુ હતુ કે આપણે સૌ અહી ભેગા થયા છે અને ચિંતન કયુ છે. હવે આપણે તેને ચરિતાર્થ કરવાનું છે. આપણે આપણા પોરબંદરને હરિયાળુ બનાવવાનુ છે. આ કાર્યમાં આપણે એકબીજા સહકારની જરુરી પડશે છે. સુરખાબીનગરી આવતા વર્ષોમાં હરિયાળી નગરી બને તેને આપણે સૌની જવાબદારી છે.

*આગેવાનોની ઉપસ્થિતિ*

પોરબંદરમાં યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સંત રમેશભાઈ ઓઝા સ્વામિનારાયણ ગુરુકુળના શાસ્ત્રી સ્વામી શ્રી ભાનુપ્રકાશ દાસજી પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા મુખ્ય આયોજકો રામદેવભાઇ મોઢવાડિયા પાયોનીયર ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ પટેલ, પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના અનિલભાઈ કારિયા, જાણીતા ઉદ્યોગપતિ પદુભાઈ રાયચુરા, સિનિયર તબીબ ડોક્ટર સુરેશભાઈ ગાંધી,ડોક્ટર ભરતભાઈ ગઢવી, gtpl ના રાજભા જેઠવા, સૌરાષ્ટ્ર કેમિકલ્સ ફેક્ટરીના અદરોજા, સામતભાઈ ઓડેદરા ફારુકભાઈ સુર્યા, વિનુભાઈ, અનિલભાઈ, ભરતભાઈ, અર્જુનભાઈ, રામભાઈ, રાણાભાઇ,નિધીબેન શાહ મોઢવાડિયા, વિજયભાઈ ઉનડકટ સહિત પોરબંદરની અનેક સામાજિક અને સેવાભાવી સંસ્થાના ગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને શહેરને હરિયાળું બનાવવાનો સહુએ સંકલ્પ લીધો હતો.
સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન ભરતભાઈ લાખાણી આકર્ષક શૈલીમાં કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.