હિંમતનગરમાં ફાયર વિભાગે 2 દિવસમાં 21 કચેરીમાં અધિકારીઓ અને કર્મચારીઓને ફાયર સેફ્ટીની તાલીમ આપી - At This Time

હિંમતનગરમાં ફાયર વિભાગે 2 દિવસમાં 21 કચેરીમાં અધિકારીઓ અને કર્મચારીઓને ફાયર સેફ્ટીની તાલીમ આપી


(રિપોર્ટર:-આબીદઅલી ભુરા )
રાજકોટમાં TRP ગેમજોનમાં આગના બનાવ બાદ તંત્ર સાબદું થઇ ગયું હતું અને જિલ્લા કલેક્ટરના આદેશને પગલે જિલ્લાની તમામ કચેરીમાં ફાયર સેફ્ટીની તાલીમ આપવામાં આવી હતી.
આ અંગેની વિગત એવી છે કે, સાબરકાંઠા જિલ્લામાં કલેક્ટર નૈમેષ દવેના માર્ગદર્શન હેઠળ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની ફાયર સેફ્ટી અંગેની તાલીમ હિંમતનગર નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ દ્વારા હિંમતનગરમાં આવેલા 21 કચેરીઓમાં બે દિવસ સવારથી સાંજ દરમિયાન ઓફિસમાં પહોંચીને અધિકારીઓ અને કર્મચારીઓને આપવામાં આવી હતી. આ તાલીમ પાછળનો હેતુ નાની ઘટનાને મોટું સ્વરૂપ લેતા અટકાવી શકાય તે માટેનો હતો. ત્યારે ફાયર સેફ્ટીમાં આગનો બનાવ બને તો આપત્તિ સમયે શું કરવું જોઈએ? તે અંગે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને ફાયર વિભાગ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં સરકારી કચેરીઓમાં લગાવેલા અગ્નિશામક યંત્રનો આપત્તિ સમયે ઉપયોગ કઈ રીતે કરવો તે અંગે ડેમો દ્વારા સમજ આપવામાં આવી હતી.

આ અગે હિંમતનગર નગરપાલિકાના લીડ ફાયર ઓફિસર મયંક પટેલે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, જિલ્લા કલેક્ટરના આદેશ અનુસાર હિંમતનગર સહિત જિલ્લામાં વડાલી, ઇડર, ખેડબ્રહ્મા, તલોદ અને પ્રાંતિજમાં ફાયર વિભાગ દ્વારા સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.