રાજકોટ: પૈસાની ખેંચ ઉભી થતા બે મિત્રોએ આનંદી જ્વેલર્સમાં લૂંટ ચલાવી બને નીધરપકડ - At This Time

રાજકોટ: પૈસાની ખેંચ ઉભી થતા બે મિત્રોએ આનંદી જ્વેલર્સમાં લૂંટ ચલાવી બને નીધરપકડ


રાજકોટમાં એક સપ્તાહ પૂર્વે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે જેમાં માલવિયા નગર પોલીસે શહેરના લક્ષ્મીનગર મેઈન રોડ પર જવેલર્સની દુકાનમાં ઘુસી સોની વેપારીને માર મારી લૂંટ ચલાવનાર ગીરસોમનાથ જિલ્લાના બે લૂંટારૂઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીઓ પાસેથી એક હોન્ડા બે મોબાઈલ મળી કુલ રૂ.90,000 નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સપ્તાહ પૂર્વે ગત 25 મેંના રોજ બપોરના સમયે લક્ષ્મીનગર મેઈન રોડ પર આવેલ આનંદી જવેલર્સ નામની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં ઘુસી બે લૂંટારુઓએ સોની વેપારી પર છરી વડે હુમલો કરી રોકડ રકમની લૂંટ ચલાવી હતી. જે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ હતા. બનાવ અંગે જાણ થતા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ, માલવિયાનગર પોલીસ તેમજ ડીસીપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
પોલીસ તપાસ દરમિયાન હ્યુમન સોર્સીસ તેમજ ટેક્નિકલ સોર્સીસ મદદથી ચોક્કસ બાતમી મળી હતી કે લૂંટ ચલાવનાર બન્ને ઈસમો મૂળ ગીરસોમનાથ જિલ્લાના વતની છે જેઓ રાજકોટમાં રહે છે જેથી તેઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી ત્યારે બન્ને શખ્સો પુનિતનગર પાણીના ટાંકા પાસે હોવાની માહિતી મળતા બન્નેને અટકાવી તેમની પુછપરછ કરતા ધર્મેશ સોલંકી (ઉ.વ.25) અને રવિ સોલંકી (ઉ.વ.27) જણાવ્યું હતું જે બંનેની પુછપરછ કરતા તેઓએ આનંદી જવેલર્સમાં લૂંટ ચલાવી હોવાની કબૂલાત આપતા પોલીસ બન્નેની ઘર કરી તેમની પાસેથી એક હોન્ડા તેમજ બે મોબાઈલ ફોન મળી કુલ રૂ.90,000 નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.