જસદણના ગઢડીયા(જસ) ગામે ફર્નીચરના શોરૂમમાં આગ ભભૂકી ઉઠી, ફર્નીચર બળીને ખાખ થઈ ગયું, ફાયરની ટીમે એક કલાક બાદ આગ કાબુમાં લીધી - At This Time

જસદણના ગઢડીયા(જસ) ગામે ફર્નીચરના શોરૂમમાં આગ ભભૂકી ઉઠી, ફર્નીચર બળીને ખાખ થઈ ગયું, ફાયરની ટીમે એક કલાક બાદ આગ કાબુમાં લીધી


જસદણ તાલુકાના ગઢડીયા(જસ) ગામે આવેલ શ્રી ખોડલ ફર્નીચર શોરૂમમાં આજે સવારના 10 વાગ્યા આસપાસ અચાનક આગ ભભૂકી ઉઠી હતી. બાદમાં શોરૂમના માલિક દ્વારા જસદણ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ઓફિસર પ્રતાપભાઈ સોલંકીની સૂચનાથી ફાયર સ્ટાફ મજીદભાઈ પરમાર, જે.એ.ગોંડલીયા અને જેન્તીભાઈ પલાળીયા સહિતના તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને એક કલાક સુધી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગ લાગવાના કારણે શોરૂમમાં રહેલ લાકડાના ફર્નીચરનો મોટાભાગનો માલ બળીને ખાખ થઈ ગયો હતો. આ આગ લાગવાની ઘટના બનતા ગ્રામજનોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. આ આગ શોર્ટ સર્કીટ થવાના લીધે લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.