TPO સાગઠિયાની તિજોરીવાળી ઓફિસનો વેરો ન ભરાતા મનપાએ મારેલું સીલ ભેદી રીતે તૂટ્યું, DCBએ ફરી લગાવ્યું - At This Time

TPO સાગઠિયાની તિજોરીવાળી ઓફિસનો વેરો ન ભરાતા મનપાએ મારેલું સીલ ભેદી રીતે તૂટ્યું, DCBએ ફરી લગાવ્યું


પૂર્વ મ્યુનિ. કમિશનર સહિતના અધિકારીઓ ડરપોક હતા અથવા તો સાગઠિયાના ભ્રષ્ટાચારના ભાગીદાર હોય તેમ વર્તતા હતા ટ્વિન ટાવરમાં 901 નંબરની ઓફિસના તા.16-11-2023 સુધીમાં 67333ના બાકી વેરા મુદ્દે મિલકત હરાજીની નોટિસ અપાઈ પછી કંઈ જ થયું નહીં.

27 નિર્દોષ લોકોના મૃત્યુના જવાબદાર પૈકીના એક મહાનગરપાલિકાના પૂર્વ ટી.પી.ઓ. મનસુખ ઉર્ફે મનોજ સાગઠિયાના એક બાદ એક કૌભાંડો બહાર આવી રહ્યા છે. સાથો સાથ મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ ડરપોક અથવા તો સાગઠિયાના ભાગીદાર હોય તેમ વર્તી રહ્યાની વિગતો પણ સ્પષ્ટ થઈ રહી છે. સાગઠિયાના ભાઈના નામે ટ્વિન ટાવરમાં 54 લાખમાં ખરીદાયેલી અને મનસુખ ઉર્ફે મનોજ સાગઠિયાના નામે પાવર એટર્ની કરાયેલી ઓફિસનો વેરો બાકી હોવાથી આજથી 6 મહિના પહેલાં 16-11-2023ના રોજ ઓફિસ પર નોટિસ મારી દેવામાં આવી હતી જોકે સૌ કોઇના આશ્ચર્ય વચ્ચે ઓફિસને 15 દિવસ બાદ 30મીએ સીલ પણ લગાવવામાં આવ્યું હતું, પરંતુ આ સીલ તોડી નાખવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટ પણે જણાઈ આવતું હતું. વેરો બાકી હતો, મિલકત જપ્તીની નોટિસ ફટકારાઈ, સીલ મરાયું અને બાદમાં સીલ તોડી પણ નાંખ્યું છતાં કોઇ કાર્યવાહી હજુ સુધી થઈ નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.