સોની વેપારીને માર મારી લૂંટ ચલાવનાર બે લૂંટારૂઓ ઝડપાયા, પોલીસે આરોપીઓ પાસેથી રૂ.90,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો - At This Time

સોની વેપારીને માર મારી લૂંટ ચલાવનાર બે લૂંટારૂઓ ઝડપાયા, પોલીસે આરોપીઓ પાસેથી રૂ.90,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો


રાજકોટમાં એક સપ્તાહ પૂર્વે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે જેમાં માલવિયા નગર પોલીસે શહેરના લક્ષ્મીનગર મેઈન રોડ પર જવેલર્સની દુકાનમાં ઘુસી સોની વેપારીને માર મારી લૂંટ ચલાવનાર ગીરસોમનાથ જિલ્લાના બે લૂંટારૂઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીઓ પાસેથી એક હોન્ડા બે મોબાઈલ મળી કુલ રૂ.90,000 નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.