બોટાદ જિલ્લાના ગઢડા તાલુકા ગામે ઉગામડી રોડ ઉપર આવેલવાડીમાંલાગી ભયંકર આંગ અને ગઢડા ફાયર ફાઈટર બંધ - At This Time

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકા ગામે ઉગામડી રોડ ઉપર આવેલવાડીમાંલાગી ભયંકર આંગ અને ગઢડા ફાયર ફાઈટર બંધ


બોટાદ જિલ્લાના ગઢડા તાલુકા ગામે ઉગામડી રોડ ઉપર આવેલવાડીમાંલાગી ભયંકર આંગ અને ગઢડા ફાયર ફાઈટર બંધ

ગઢડા નગરપાલિકાના બંને ફાયર ફાઈટર બંધ.
બોટાદ થી ફાયર ફાઈટર મંગાવાની નોબત આવી.
ફાયર ફાઈટર દૂરથી આવતા હોવાના કારણે દેશી ખાતર બનાવવાનો કાચો માલ મોટા જથ્થામાં બળીને ખાખ.
જાણવા મળતી માહિતી અનુસાર ગઢડાના ઉગામડી રોડ ઉપર આવેલ દેશી ખાતર બનાવવાના પ્લાન્ટમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. પ્લાન્ટના માલિક દ્વારા ગઢડા નગરપાલિકાનો સંપર્ક કરી તાત્કાલિક ફાયર ફાઈટર મોકલવા વિનંતી કરેલ પરંતુ ગઢડા નગરપાલિકા દ્વારા પોતાના બંને ફાયર ફાઇબર બંધ હોવાનું જણાવ્યું અને બોટાદ થી ફાયર ફાઈટર મંગાવવા માટેની કાર્યવાહી કરી હતી. પરંતુ બોટાદ થી ફાયર ફાઈટર આવે તે પહેલા ખાતર બનાવવાનો કાચા માલનો મસ્ત મોટો જથ્થો બળીને ખાત થયો હતો અને પ્લાન્ટના માલિકને ખૂબ મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. ગઢડા નગરપાલિકાના નફ્ફટ અધિકારીઓની બેદરકારીને કારણે આમ પબ્લિકને સોસવાનો વારો આવે છે. આ તો ઠીક છે કે ખાતર પ્લાન્ટ નો જથ્થો બળ્યો અને માલિકને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો પરંતુ જો કોઈ પબ્લિક પ્લેસ પર આગની ઘટના ઘટી હોત તો ? જાનહાનિ જેવી ઘટના ઘટે ત્યારે ગઢડા નગરપાલિકાના આ સત્તાધીશો ના પાપના કારણે આમ પબ્લિક ને ભોગવવાનો વારો આવે.
સરકારશ્રી દ્વારા બબ્બે ફાયર ફાઈટરો ગઢડાની પ્રજાના હિત માટે ફાળવવામાં આવ્યા છે પરંતુ ગઢડા નગરપાલિકા તેની જાળવણી કે સાચવી પણ શકતી નથી.
ગત લોકસભાની ચૂંટણી સમયે બંધ ફાયર ફાઈટર મોકલી ચૂંટણી અધિકારીઓ સામે નાટક ભજવનાર ગઢડા નગરપાલિકાના અધિકારીઓ ખરેખર આગનો બનાવ બને અને કોઈ જાનહાની થાય ત્યારે પણ નાચ કરશે કે નાટક ભજવશે ? ખરેખરતો ગઢડાના મામલતદારશ્રી, પ્રાંત અધિકારીશ્રી અને બોટાદના માનનીય કલેકટરશ્રીએ આ બાબતમાં પૂરતું ધ્યાન આપી અને તાત્કાલિક ધોરણે ગઢડાના બંને ચાલુ થાય તે માટે ગઢડા નગરપાલિકાને આદેશ કરવો જોઈએ. અને બેજવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા જોઈએ. કેટલા સમયથી ફાયર ફાઈટરો બંધ છે તેની તપાસ થવી જોઈએ. શું આ બંધ પડેલા બંને ફાયર ફાઈટરોના ડીઝલના બિલ તો ઉધારાતા નથી ને તેની પણ તપાસ થવી જોઈએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.