તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોર્ડ દ્વારા ગઢડા તાલુકાના ગુંદાળા ગામમાં શાળાની આજુબાજુના વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ - At This Time

તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોર્ડ દ્વારા ગઢડા તાલુકાના ગુંદાળા ગામમાં શાળાની આજુબાજુના વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ


તમાકુ કે તમાકુની બનાવટ વેચતા વેપારીઓ,પાન પાર્લર સહિત ૨૩ સ્થળો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરી ૧૪ જેટલા દુકાનધારકો પાસેથી દંડ વસૂલાયો
માહિતી બ્યુરો, બોટાદ

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લા ક્લેકટરશ્રી જીન્સી રોય અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાનીયાના માર્ગદર્શન અન્વયે આરોગ્ય વિભાગના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. એ. કે.સિંગની અધ્યક્ષતામાં બોટાદ જિલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિનઅધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે ટાસ્ક ફોર્સ સેલ કામગીરી કરી રહ્યું છે. તમાકુ વિરોધી કાયદો “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ” (કોટપા-૨૦૦૩)નું સધન અમલીકરણ થાય તે હેતુથી ગઢડા તાલુકાના ગઢાળી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ગુંદાળા ગામમાં ટાસ્ક ફોર્સ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વેચતા વેપારીઓ, પાન-ગલ્લા પાર્લર સહિત ૨૩ સ્થળો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરી ૧૪ જેટલા દુકાનધારકો પાસેથી રૂ.૨૮૦નો દંડ વસુલવામાં આવ્યો હતો. જેમાં વેપારીઓ દ્વારા “તમાકુથી કેન્સર થાય છે”, “૧૮ વર્ષથી નાની ઉંમરની વ્યક્તિને તમાકુનું વેચાણએ દંડનીય ગુનો છે” અને “સિગારેટ તથા બીડીના છુટક વેચાણ પ્રતિબંધિત છે.” સહિતના પોસ્ટર લગાવવામાં આવ્યા છે કે નહિ તે બાબતે પણ તપાસ કરાઇ હતી.

આ કામગીરીમાં પ્રા.આ.કે.ગઢાળીના આયુષ મેડીકલ ઓફિસર ડો.સંજયભાઈ રાઘવાણી, સુપરવાઈઝર શ્રી જયેશભાઈ ડુમાણીયા અને હરેશભાઈ પટેલ અને પોલીસ વિભાગના ગિરિરાજસિંહ એસ.ગોહિલ( પોલીસ કોન્સ્ટેબલ) દ્વારા કામગીરી કરવામાં આવી હતી, તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી, જિલ્લા પંચાયત, આરોગ્ય વિભાગ, બોટાદ દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.