જસદણ ના ભાડલામાં રામજીભાઈ વાઘેલા એ જેરી દવા પી ને કર્યો આપઘાત
જસદણના ભાડલામાં તળાવામાંથી કાપ કાઢતા રામજીભાઈ વાઘેલાને સિંચાઈ વિભાગના અધિકારીએ કાપ કાઢવાની ના પાડતાં તેમણે અધિકારીઓની હાજરીમાં જ ઝેરી દવા પી લીધી હતી અને તેમને રાજકોટ સારવારમાં ખસેડાયા હતા જ્યાં તેમનું મોત નીપજતાં પરિવારજનોએ એવો આક્ષેપ કર્યો હતો કે સિંચાઈ અધિકારીના ટોર્ચરથી જ તેમના મોભીએ ઝેર પીધું હતું, આથી જ્યાં સુધી અધિકારીની ધરપકડ ન થાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. હીરાભાઈ વાઘેલાએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે તેમના ભાઈ 30મીએ તળાવના કાંઠે કાપ કાઢી રહ્યા હતા ત્યારે સિંચાઈ અધિકારીએ એમ કહ્યું હતું કે તમારે આમાંથી કાપ નથી લેવાનો, કાપ જોઈતો હોય તો પૈસા આપવા પડે, આથી તેમણે એવી દલીલ કરી હતી કે આ જમીનની અમારી માગણી છે જ અને કાપ લેવાના થોડા પૈસા આપવાના હોય! આથી અધિકારીઓએ તેમને ધમકી આપી હતી આથી મારા ભાઈએ અધિકારીઓની હાજરીમાં જ દવા પી લીધી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.