અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શંકાસ્પદ કુરીયરોની તપાસ કરતાં કુલ ૧૪ શંકાસ્પદ પાર્સલ મળી આવેલ.જેમાં આછા લીલાશ પડતો વનસ્પતિજન્ય પદાર્થનો જથ્થો નેટ ૩ કિલો ૭૫૪ કિલોગ્રામ મળી આવેલ - At This Time

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શંકાસ્પદ કુરીયરોની તપાસ કરતાં કુલ ૧૪ શંકાસ્પદ પાર્સલ મળી આવેલ.જેમાં આછા લીલાશ પડતો વનસ્પતિજન્ય પદાર્થનો જથ્થો નેટ ૩ કિલો ૭૫૪ કિલોગ્રામ મળી આવેલ


અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચઅને કસ્ટમ વિભાગ હંમેશા સર્તક અને ફરજપુર્વક તમામ ગેરકાયદેસર પ્રવૃતિઓ સામે તકેદારી રાખે છે. તાજેતરમાં કેટલાક નાપાક તત્વોએ દેશના યુવાનોને માદક દ્રવ્યોના વ્યસની બનાવીને ભારતના સામાજીક માળખાને નુકશાન પહોંચડાવાનો પ્રયાસ કર્યો છે. વધુમાં બંને વિભાગો ડ્રગ નેટવર્કની બદલાતી મોડસ ઓપરેન્ડી પર સતત નજર રાખી રહ્યા છે.

ઉપરોક્ત બંને એજન્સીઓ દ્રારા નિયમિત દેખરેખ દરમ્યાન એક ઈનપુટ મળેલ કે, પેડલર્સ સરહદો પારથી માદક દ્રવ્યોનીગેર કાયદેસર હેરાફેરી માટે ડાર્કવેબ અને અન્ય સોશીયલમીડીયા ઉપયોગ કરે છે. જેથી તુરત જ સંયુક્ત ટીમ સેટઅપ કરવામાં આવેલ અને આ ટીમ દ્રારા સફળતાપુર્વક ઘણા કુરિયર પાર્સલને અટકાવવામાં આવેલ. તેમજ શંકાસ્પદ કુરીયરોની તપાસ કરતાં કુલ ૧૪ શંકાસ્પદ પાર્સલ મળી આવેલ.જેમાં આછા લીલાશ પડતો વનસ્પતિજન્ય પદાર્થનો જથ્થો નેટ ૩ કિલો ૭૫૪ કિલોગ્રામ મળી આવેલ જેની કુલ કિં.આંતરરાષ્ટ્રીય બજાર લેખે કિ.રૂ. ૧,૧૨,૬૨,૦૦/-ગણાય.

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.