વિસાવદર સહિત ત્રણ તાલુકાની ફેમિલી કોર્ટનું વિસાવદર ખાતે ભવ્ય ઉદ્દઘાટનત્રણેય તાલુકાના પારિવારીક તકરાર તથા ભરણપોષણના કેસો વિસાવદર કોર્ટમાં ટ્રાન્સફર થયા - At This Time

વિસાવદર સહિત ત્રણ તાલુકાની ફેમિલી કોર્ટનું વિસાવદર ખાતે ભવ્ય ઉદ્દઘાટનત્રણેય તાલુકાના પારિવારીક તકરાર તથા ભરણપોષણના કેસો વિસાવદર કોર્ટમાં ટ્રાન્સફર થયા


વિસાવદર સહિત ત્રણ તાલુકાની ફેમિલી કોર્ટનું વિસાવદર ખાતે ભવ્ય ઉદ્દઘાટનત્રણેય તાલુકાના પારિવારીક તકરાર તથા ભરણપોષણના કેસો વિસાવદર કોર્ટમાં ટ્રાન્સફર થયાવિસાવદર સહિત ભેસાણ તથા મેંદરડા તાલુકા વચ્ચે નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા વિસાવદરમાં ફેમિલી કોર્ટ મંજુર કરેલ હતી અને ગુજરાત સરકારે આ અંગેનું જાહેરનામું બહાર પાડી આ ત્રણેય તાલુકાની કોર્ટમાં ચાલતા ભરણપોષણના કેસો, ચડત ભરણપોષણના કેસો, બાળકોની કસ્ટડી મેળવવાના કેસો, ત્રણેય તાલુકાના લગ્ન હક્ક પુરા કરવાના દાવા, છૂટાછેડાના દાવા, જ્યુડિશિયલ સેપ્રેશનનાના દાવા સહિતની પારિવારિક તકરારો અંગેના કેસો માટે તથા અગાઉથી હુકમો થયેલ હોય તેવી તમામ અપીલો તારીખ ૧ લી જૂનથી વિસાવદર કોર્ટમાં ટ્રાન્સફર કરવા હુકમ કરેલ હતો અને સતાવાર રીતે જાહેર થયા મુજબ જુનાગઢ જિલ્લામાં નવી ત્રણ સહિત ગુજરાતમાં કુલ નવી ૮૦ ફેમિલી કોર્ટનું તા.૦૧.૦૬.૨૦૨૪ના રોજ ઓપનિંગ કરાયું હતું. વિસાવદરમાં ફેમિલી કોર્ટનું ઉદ્દઘાટન થતા વકીલોમાં તથા ત્રણેય તાલુકાની જનતામાં આનંદ ફેલાયો છે અને આ ઓપનિંગ સમયસર થાય તે માટે નામદાર ડિસ્ટ્રીકટ કોર્ટ જૂનાગઢના માર્ગદર્શન હેઠળ વિસાવદર કોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રી એસ.એસ. ત્રિવેદી સાહેબ તથા કોર્ટના સ્ટાફ દ્વારા સતત અને ઝડપી કામગીરી કરી માત્ર ત્રણ દિવસ જેટલા સમયમાં કોર્ટરૂમ,સ્ટાફરૂમ સહિતની જનતા અને વકીલશ્રીઓ માટેની કાયમી સુવિધાઓ ઉભી કરવામાં આવેલ છે. વિસાવદર બાર એસોસિએશન દ્વારા પણ વિસાવદરમાં ફેમિલી કોર્ટને સહર્ષ વધાવી લઈ મહત્તમ પક્ષકારોને તેના લાભ મળે તેવા પ્રયત્નો શરૂ થયેલ છે. આજના દિવસે વિસાવદર વકીલ મંડળના પ્રમુખ સહિત તમામ સિનિયર-જુનિયર ધરાશાસ્ત્રીઓએ ઉદ્દઘાટનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉત્સાહભેર હાજરી આપેલ હતી અને નામ. ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત સાહેબના વર્ચ્યુઅલ ઉદબોધન બાદ દીપ પ્રાગટય કરી અને મહાત્મા ગાંધીજીને સૂતર અર્પણ કરી ફેમિલી કોર્ટને ખુલ્લી મુકવામાં આવેલ હતી. વિસાવદર બાર એસોસિએશન તથા કોર્ટ સ્ટાફ દ્વારા સમગ્ર કોર્ટ રૂમને શણગારવામાં આવેલ હતો.આ પ્રસંગે મુખ્ય ન્યાયાધીશ શ્રી એસ.એસ.ત્રિવેદી સાહેબ તથા વિસવાદરના સિનિયર ધારાશાસ્ત્રીશ્રીઓ દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરવામાં આવેલ હતું. આ પ્રસંગને લઈને વિસાવદર બાર એસોસિયેશનના તમામ હોદેદારો તથા સિનિયર તથા જુનિયર વકીલો,મહિલા વકીલો તથા ત્રણેય કોર્ટના સ્ટાફમાં ખૂબ આનંદ તથા ઉત્સાહ જણાઈ આવતો હતો

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.