વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિતે બોટાદ જિલ્લા કક્ષાએથી લઇ ગ્રામ્ય કક્ષાએ ઉજવણી સંપન્ન : વિવિધ કાર્યક્રમો થકી લોકોને અપાયો વ્યસનથી મુક્ત રહેવાનો સંદેશ - At This Time

વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિતે બોટાદ જિલ્લા કક્ષાએથી લઇ ગ્રામ્ય કક્ષાએ ઉજવણી સંપન્ન : વિવિધ કાર્યક્રમો થકી લોકોને અપાયો વ્યસનથી મુક્ત રહેવાનો સંદેશ


(માહિતી બ્યુરો, બોટાદ )
બોટાદ જિલ્લા ક્લેકટર ડો. જીન્સી રોય અને જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનીયા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.કે.સિંગની અધ્યક્ષતામાં બોટાદ જિલ્લામાં એપેડેમીક મેડીકલ ઓફિસર ડૉ.આર.આર.ચૌહાણના માર્ગદર્શન તળે 31મી મે વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિતે જિલ્લા કક્ષાએથી લઇ ગ્રામ્ય કક્ષાએ ઉજવણી કરવામાં આવી હતી.જેમાં જનરલ હોસ્પિટલ સોનાવાલા ખાતે ડો.અલ્પેશ ગાંગાણી દ્વારા ખાસ ઓ.પી.ડી ચલાવવામાં આવી હતી.

જેમાં ૧૦ પ્રા.આ.કેન્દ્ર કક્ષાએ ટાસ્ક ફોર્સ રેડ આકસ્મિક ચેકિંગ દ્વારા કુલ ૨૭૦ જેટલી તમાકુ કે તમાકુની બનાવટ વેચતા નાના-મોટા વેપારીઓ,પાન-ગલ્લા પાર્લર વગેરે સ્થળો પર ચેકિંગ કરી ૭૨ જેટલા દુકાન ધારકો પાસેથી રૂ.૩૩૩૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. તેમજ જિલ્લા કક્ષાએ તમાકુ વિરોધી પ્રતિજ્ઞા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી ગ્રામ્ય કક્ષાએ યોગા સેશન કરવામાં આવ્યા હતા. આ તકે લોકોને વ્યસન મુક્તિ માટે પ્રેરવામાં આવ્યા હતા, તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત,આરોગ્ય વિભાગ- બોટાદની અખબારી યાદીમાં જણાવાયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.