વીંછીયાના ચિરોડા ગામના પાટિયા પાસે થઈ 11.55 લાખ ની લૂંટ - At This Time

વીંછીયાના ચિરોડા ગામના પાટિયા પાસે થઈ 11.55 લાખ ની લૂંટ


વીંછિયાની એસબીઆઈ શાખામાંથી ધિરાણની મોટી રકમ ઉપાડીને ઘર તરફ આવી રહેલા બે વૃધ્ધને ચીરોડા ગામના પાટિયા પાસે આંતરી બન્નેને બાઈક પરથી પછાડી પાછળ બેઠેલા વૃધ્ધના હાથમાંથી થેલો આંચકી કાળા કપડા અને હેલ્મેટ પહેરેલા શખ્સે 11.55 લાખની લૂંટ ચલાવી હતી અને થેલો ઝુંટવીને ભાગી ગયા હતા. આરોપીઓએ ઓચિંતો હુમલો કરતાં વૃધ્ધો પ્રતિકાર કરે તે પહેલાં જ બન્નેને માર મારતાં બન્નેને ઇજા પહોંચી હતી અને વીંછિયા બાદ જસદણ સારવારમાં ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં જ વીંછિયા તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આસપાસ જો ક્યાંય ફૂટેજ કે સાક્ષીના આધારે લુંટારુંઓ સુધી પહોંચવા તજવીજ હાથ ધરી હતી. વીંછિયાની SBI બેંક્માંથી ધિરાણની રકમ 11 લાખ લઈને થેલામાં ભરીને ઝવેરભાઈ મોતીભાઈ જમોડ ઉ.વ.80 અને ધમાભાઈ સામતભાઈ ઉ.વ.60 પરત આવવા નીકળ્યા હતા. બાઈક ઝવેરભાઈના પાડોશી ધમાભાઈ ચલાવી રહ્યા હતા. બન્ને ચીરોડના પાટિયા પાસે સાંજના પાંચ વાગ્યા આસપાસ પહોંચ્યા ત્યારે સુમસામ રસ્તો જોઇ બે બાઈક ચાલકે આ વૃધ્ધોને આંતર્યા હતા અને ઝવેરભાઈના હાથમાંથી થેલો ઝુંટવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમણે થેલો જકડીને પકડી રાખતા બાઈકસે બન્નેને નીચે પછાડી લીધા હતાં અને રોડ પર ઢસડાવવાના લીધે બંને વૃદ્ધને સારી એવી ઇજા પહોંચી હતી અને થેલો ઝુંટવવા મથતા આરોપીઓનો પ્રતિકાર નબળો પડતા જ લુંટારુંઓ પોતાના ઇરાદામાં સફળ થઈ ગયા હતા અને થેલો આંચકીને પોબારા ભણી ગયા હતા. ઝવેરભાઈની ઇજા વધુ ગંભીર હોઈ તેમને જસદણ રીફર કરવામાં આવ્યા છે. વધુ તપાસ તાલુકા પોલીસના પીએસઆઇ સરવૈયા ચલાવી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.