9મી મેએ 6.86 લાખ ટેક્સ ચૂકવ્યો, RMCએ 3 વર્ષમાં 20.90 લાખ વસૂલી આંખ આડા કાન કર્યા; અશોકસિંહ જાડેજા વેરો ભરતો
રાજકોટનાં TRP ગેમઝોનમાં 26મી મેએ દુઃખદ આગની દુર્ઘટના બની હતી. જેમાં બાળકો સહિતના લોકો જીવતા ભૂંજાયા હતા. મૃતકોની ઓળખ માટે પરિવારે DNA ટેસ્ટ કરાવવા પડ્યા હતા. ત્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)એ ટેક્સના મોહમાં આ દુર્ઘટનામાં આંખ આડા કાન કર્યા હતાં. રાજકોટ મનપામાં ગત 9મી મેનાં રોજ રૂ. 6.86 લાખ ભરાયા હતા. તેમજ છેલ્લા 3 વર્ષમાં મિલકત વેરા પેટે 20.90 લાખ રૂપિયા વસૂલાયા હતા. ગેમ ઝોનનો લાખો રૂપિયાનો ટેક્સ કોર્પોરેશન દ્વારા વસૂલવામાં આવ્યો છે. આમ છતાં ફાયર તેમજ ટીપી શાખાનાં અધિકારીઓ આંધળા રહ્યા હતા. જેનો ભોગ માસૂમ સહિત કુલ 27 લોકો બન્યાં હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.