વિસાવદરમાં લુટેરી દુલહન લાખનું ફુલેકુ ફેરવી પલાયન થતા પોલીસ ફરિયાદ - At This Time

વિસાવદરમાં લુટેરી દુલહન લાખનું ફુલેકુ ફેરવી પલાયન થતા પોલીસ ફરિયાદ


વિસાવદરમાં લુટેરી દુલહન લાખનું ફુલેકુ ફેરવી પલાયન થતા પોલીસ ફરિયાદપટેલ સમાજમાં દીકરીઓની અછત હોવાના કારણે અવારનવાર બીજી જગ્યાએથી દુલહન લાવવી પડતી હોય તેવા કિસ્સા બનતા હોય છે અને આવનારી દુલહન કલાકોમાં જે હાથમાં આવ્યું તે લઈને પલાયન થઈ જતી હોવાના કિસ્સાઓ વધી રહિયા છે ત્યારે આવો જ એક કિસ્સો વિસાવદર રિબડીયા પરિવાર સાથે બનતા આખરે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે.
વિસાવદરના રિબડીયા પરિવારના મુકેશભાઈ પાંચાભાઈ રિબડીયા ના મોટાભાઈ નારણભાઈનું થોડા સમય પહેલા કેન્સરની જીવલેણ બીમારીના કારણે ઘણો મોટો ખર્ચ કરવા છતાં જિંદગી બચી નહિ અને તેઓનું અવશાન થયેલ તેમના અવસાન બાદ મુકેશભાઈ ઉપર તેમના મોટા ભાઈ નારણભાઈના બન્ને બાળકોની જવાબદારી આવી પડી બન્ને કુંવારા હોય અને દીકરો કૌશલ ઉંમર લાયક થતા તેમના લગ્ન માટે કન્યાની શોધખોળ ચાલતી હતી તે દરમિયાન તેઓને અનેકલોકોને આ બાબતે યોગ્ય પાત્ર માટે વાત કરેલી હતી જેમાંજેમાં ફરિયાદી મુકેસભાઈના મોટાબાપાના દીકરા જીણાભાઈ ગોવિંદભાઈએ તેમના માસિયાય ભાઈ મહેશભાઈ ધીરુભાઈ કથીરિયાને વાત કરેલ અને તેના ભત્રીજા કૌશલના નંબર આપેલ ત્યારબાદ આ મહેશભાઈ એ તેના મોબાઈલ નંબર ઉપરથી જુદી જુદી છોકરીઓના ફોટા ફરિયાદીના ભત્રીજાને મોકલેલ જેમાં શીતલ નામની છોકરી પસંદ આવતા બેઠક કરવામાં આવેલ જેમાં દોઢ લાખની રકમ નક્કી થયેલ અને રૂપિયા ૭૫,૦૦૦/- સગાઈ વખતે આપવાના અને કપડા,ઘરેણાં વિગેરે આપવાનું નક્કી કરી તેઓની સાથે સગાઈ કરી લગ્ન પણ પાચ દિવસમાં કરી નાખવાનું નક્કી કરેલ ત્યારબાદ આ કામના આરોપીઓ સાથે સંપર્ક કરતા તેઓના મોબાઈલ નંબર સ્વીચ ઓફ આવતા લાગતા ફરિયાદી ને શંકા જતા આરોપીઓ એ આપેલ સરનામે આવા કોઈ આરોપી રહેતા ન હોય તેઓએ ફરિયાદી સાથે વિશ્વાસ ઘાત તથા ઠગાઈ કરેલ હોવાનું માલુમ પડતા આરોપીઓ ના સાચા નામ સરનામાં મેળવી આજરોજ પોલીસને આપી ફરિયાદ દાખલ કરતા વિસાવદર પોલીસે આરોપી (૧) પ્રવીણ ઉર્ફે સંજય પટેલ (૨)શીતલ બેન વાઈફ ઓફ પ્રવીણ ઉર્ફે સંજય પટેલ (૩)શીતલ રામજી મોહન વસાવા તથા (૪)રમેશ ઉર્ફે પરબત વસાવા સહિતના લોકો સામે પોલીસ ફરિયાદ કરેલ છેત્યારે વિસાવદર પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવા તેજવીજ હાથ ઘરેલ છે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.