શું BBCએ એક્ઝિટ પોલ જાહેર કર્યા?:દાવો- NDAને 347 બેઠકો મળશે, I.N.D.I.A બ્લોકનું 87 બેઠકોમાં જ પડીકું વળી જશે; સત્ય જાણો - At This Time

શું BBCએ એક્ઝિટ પોલ જાહેર કર્યા?:દાવો- NDAને 347 બેઠકો મળશે, I.N.D.I.A બ્લોકનું 87 બેઠકોમાં જ પડીકું વળી જશે; સત્ય જાણો


25મે લોકસભા ચૂંટણીના છઠ્ઠા ચરણમાં 57 સીટ પર મતદાન થયું. ત્યાં જ, સાતમો તબક્કો એટલે છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂનના રોજ 57 સીટ પર થશે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર BBCના એક્ઝિટ પોલનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. એક્ઝિટ પોલમાં જણાવવામાં આવ્યું છે કે ભાજપ અને તેમના સહયોગી દળને 347થી વધારે સીટ પર જીત મળી રહી છે. ત્યાં જ, કોંગ્રેસ અને સહયોગી દળ 87થી વધારે સીટ જીતી શકે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે BBCએ લોકસભા ચૂંટણી 2024નો એક્ઝિટ પોલ જાહેર કર્યો છે. વાઇરલ વીડિયોનું સત્ય
વાઇરલ વીડિયોનું સત્ય જાણવા માટે અમે તેના કી-ફ્રેમ ગૂગલ પર રિવર્સ સર્ચ કર્યા. સર્ચ રિઝલ્ટમાં અમને વાઇરલ વીડિયો ક્લિપનો આખો વીડિયો BBC ન્યૂઝની યૂટ્યૂબ ચેનલ પર મળ્યો. વીડિયોના ટાઇટલમાં લખ્યું છે- ઇન્ડિયા ઇલેક્શન રિઝલ્ટ 2019: નરેન્દ્ર મોદીને ભારે જીત મળી. ત્યાં, આ વીડિયો પણ BBC ન્યૂઝના યૂટ્યૂબ ચેનલ 23 મે 2019ના રોજ અપલોડ થયો હતો. જોકે, 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપે મોટી જીત નોંધાવી હતી. ભાજપ ગઠબંધનને 2019 લોકસભા ચૂંટણીમાં 347થી વધારે સીટ મળી હતી. ત્યાં, UPA એટલે કોંગ્રેસ ગઠબંધનનું 100 સીટની અંદર જ પડીકું વળીને રહી ગયું હતું. સ્પષ્ટ છે કે સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયો સાથે કરવામાં આવી રહ્યો દાવો સંપૂર્ણ રીતે ખોટો છે. BBC ન્યૂઝની આ વીડિયો ક્લિપ લોકસભા ચૂંટણી 2024ના એક્ઝિટ પોલની નહીં પરંતુ લોકસભા ચૂંટણી 2019ના પરિણામની છે. ફેક ન્યૂઝ વિરુદ્ધ અમારી સાથે જોડાયેલા રહો. કોઈપણ આવી સૂચના જેના પર તમને શંકા હોય તો અમને ઈમેલ કરો @fakenewsexpose@dbcorp.in અને વ્હોટએપ કરો- 9201776050


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.