સાબરકાંઠા જિલ્લાના તલોદ એસટી ડેપો માં કંટ્રોલર દ્વારા ટેલીફોન નું રીસીવર બાજુમાં મૂકી દેવાતા લોકોમાં રોષ - At This Time

સાબરકાંઠા જિલ્લાના તલોદ એસટી ડેપો માં કંટ્રોલર દ્વારા ટેલીફોન નું રીસીવર બાજુમાં મૂકી દેવાતા લોકોમાં રોષ


સાબરકાંઠા જિલ્લાના તલોદ એસટી ડેપો માં કંટ્રોલર દ્વારા ટેલીફોન નું રીસીવર બાજુમાં મૂકી દેવાતા લોકોમાં રોષ

(રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા)

સાબરકાંઠા જિલ્લાના તલોદ એસ ટી કંટ્રોલ પોઈન્ટ ના કન્ટ્રોલર દ્વારા મુસાફરોના પ્રશ્નોના જવાબ આપવા ને બદલે ટેલિફોન નું રીસીવર બાજુમાં મૂકી મુસાફરોના જવાબ ન આપવા માટે નવો કીમિયો અખત્યાર કરતાં હોવાનું પ્રકાશમાં આવતાં આ કન્ટ્રોલર ને તાત્કાલિક અસરથી બદલી ખાતાકીય તપાસ કરવા અને યોગ્ય નશ્યત કરવાં માટે પ્રજા માગ પ્રબળ બની છે
આ અંગે મળતી માહિતી મુજબ ત્રણ દાયકા પૂર્વે તત્કાલીન મુખ્યમંત્રી ચીમન ભાઈ પટેલ ના હસ્તે તલોદને એ ગ્રેડ ના ડેપોનુ લોકાર્પણ કરવામાં આવેલ પરંતુ કેટલાક પરિબળો ના લીધે એ ગ્રેડ નો તલોદ ડેપો બંધ કરી બી ગ્રેડ ના પ્રાંતિજ ડેપો મા તબદીલ કરી તલોદ ખાતે કંટ્રોલ પોઈન્ટ શરુ કરી બસો નુ સંચાલન કરવામા આવતું હતું ત્યાર બાદ સમયાંતરે બે વર્ષ અગાઉ તલોદ કંટ્રોલ પોઈન્ટ ને નવીન અદ્યતન સુવિધા વાળું બસ સ્ટેન્ડ બનાવવામાં આવેલ ત્યારબાદ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ ના પ્રયાસો ના ફળ સ્વરૂપે તલોદ ને એસ ટી ડેપો ની મંજુરી આપવામાં આવી હતી સાથે સાથે ગત 8 માર્ચ ના રોજ 4.25 કરોડ ના ખર્ચે ડેપો માંટે જરૂરી ડીઝલ પંપ અને નવીન ડેપો ના મકાન નુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તે સમયે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે પોતાનાં પ્રવચનમાં પણ જનાવ્યું હતુ કે તલોદ ડેપો ની મંજુરી એ તલોદ પંથકની પ્રજાની સુખાકારી માટે મળી છે અને તે જાળવવાની જવાબદારી ડેપો નુ સંચાલન કરતા કર્મચારીઓ ની છે
દરમ્યાન છેલ્લાં કેટલાંક સમયથી ઓવર બ્રીજ નું કામ કામ શરુ હોઇ એસ ટી બસને કલેક્ટર ના જાહેરનામા મુજબ તલોદ ટી આર ચોકડી થી કેસર પૂરા થઈ મહિયલ થઈ કંટ્રોલ પોઈન્ટ પર અવરજવર કરતી હોઇ વળી ડાયવર્ઝન વાળા રસ્તા પર રોડ નુ કામ પ્રગતિમાં હતું જે સંદર્ભે તલોદ પોઈન્ટ પર અવરજવર કરતી બસો બંધ કરી ટી આર ચોકડી થી જ બસો અવરજવર કરતી હોઇ મુસાફરો ને હાલાકી ભોગવવી પડી રહી હતી જેથી એસ ટી બસ ક્યાંથી ઉપડશે અને કયારે આવશે તે બાબતે કંટ્રોલ પોઈન્ટ પર કાર્યરત લેન્ડ લાઈન નાંબર પર ફોન કરી પુછપરછ કરતાં જવાબદાર કન્ટ્રોલર દ્વારા મુસાફરોના પ્રશ્નો ના જવાબ આપવાના ટાળવા માટે નવો કીમિયો અખત્યાર કરી ટેલિફોન નું રીસીવર ત્રાંસુ મૂકી દેતા ટેલિફોન સતત વ્યસ્ત આવતાં જાગૃત નાગરિકો દ્વારા કંટ્રોલ પોઈન્ટ પર જઈ તપાસ કરતાં ટેલિફોન નું રીસીવર ત્રાંસુ મૂકી દેવાના કારણે ફોન સતત વ્યસ્ત આવતો હોય છે આ ટેલિફોન નું રીસીવર ત્રાંસુ મૂકવા બાબતે કન્ટ્રોલર ને પૂછતા તેમણે શરતચૂક થીં મૂકાઇ ગયું હોવાનું જણાવ્યું હતું
આમ મુસાફરોના જવાબ આપવા માટે બેદરકારી દાખવનાર જવાબદાર કન્ટ્રોલર ને તાત્કાલિક અસરથી બદલી કરી ખાતાકીય તપાસ કરવા માટે લોકમાંગ પ્રબળ બની છે.


9723313531
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.