પ્લાન પાસ બિલ્ડિંગમાં દર છ મહિને તપાસ, ગેરકાયદે બાંધકામ મળ્યું તો સીલ! - At This Time

પ્લાન પાસ બિલ્ડિંગમાં દર છ મહિને તપાસ, ગેરકાયદે બાંધકામ મળ્યું તો સીલ!


પ્લાન મંજૂર થયા બાદ થતા બેફામ બાંધકામોને લાગશે લગામ

આ છે બીયુ પરમિશનને લઈને તૈયાર કરાયેલી નવી એસઓપી

રાજકોટ શહેરમાં જ્યારે પણ કોઇ બિલ્ડિંગના પ્લાનને મંજૂરી મળે અને બાંધકામ પૂર્ણ થયા બાદ બીયુ પરમિશન પણ મળી જાય એટલે મનપાનું કામ પૂરું એવું જ માનવામાં આવે છે. બીયુ પરમિશન બાદ ઘણા બિલ્ડરો મંજૂરી કરતા વધારાનું બેફામ બાંધકામ કરી નાખે છે જેના પર રોક લગાવવા માટે મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઈએ નવી એસઓપી બનાવી છે.

જેમની પાસે બીયુ છે તેવા બિલ્ડિંગ ખાસ કરીને એવા બિલ્ડિંગ કે જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય છે જેવા કે મલ્ટિપ્લેક્સ, શોપિંગ મોલ, શૈક્ષણિક સંસ્થા, ઓડિટોરિયમ, હોસ્પિટલ, ફૂડ કોર્ટમાં દર છ મહિને તપાસ કરાશે. જો ગેરકાયદે બાંધકામ મળશે તો સીલ કરાશે અને બાદમાં ગેરકાયદે બાંધકામ દૂર કરાશે.

આ ઉપરાંત જે સ્થળોએ બીયુ પરમિશન નથી છતાં તેનો ઉપયોગ શરૂ થઈ ગયો છે તો બીયુ લેવા માટે 14 દિવસ આપવામાં આવશે નહીંતર સીલ કરી દેવાશે. આ ઉપરાંત અરજીઓ આવે ત્યારે તેને કઈ રીતે જોવી તે માટે અધિકારીઓ અને કર્મચારીઓ માટે પણ નિયમો બનાવવામાં આવ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.