સાગઠિયા અને ઠેબાના ઘર-ઓફિસ પર ACB ત્રાટકી
ગુનાના કામ માટે રોકાયેલી સીટ સાથે જોડાઈને એસીબીએ તપાસ કરી હોય તેવો પહેલો બનાવ
રાત્રે મનપાની સેન્ટ્રલ ઝોનમાં સાગઠિયાની ચેમ્બર, ફાયર શાખાની કચેરી અને બાદમાં ચારેય અધિકારીના ઘરે એસીબીના દરોડા
ટીઆરપી અગ્નિકાંડમાં ગુનાના કામ માટે રોકાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે મનપાના ચાર અધિકારીઓની ધરપકડ કરી હતી. આ ધરપકડ થઈ એટલે તુરંત જ એસીબી દોડતી થઈ હતી અને મનપાની સેન્ટ્રલ ઝોન કચેરીએ તેમજ ચારેય અધિકારીની ઘરે તપાસ માટે ત્રાટકી હતી. એસીબીની સાથે ક્રાઈમ બ્રાન્ચનો પણ સ્ટાફ હતો. સામાન્ય રીતે એસીબી એકલા જ કામ કરતી હોય છે અને તેમની તપાસ અન્ય વિભાગથી અલગ રીતે થતી હોય છે પણ એસીબીના વડાની સૂચનાથી સીટની સાથે જોડાઈને એસીબીએ સંયુક્ત તપાસ કરી હોય તેવો રાજકોટમા આ પહેલો બનાવ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.