ભાસ્કર ખાસ:ઝીરો લાઇન પર તારબંધી, બોર્ડરની વધુ નજીક જવાનો ગોઠવાશે - At This Time

ભાસ્કર ખાસ:ઝીરો લાઇન પર તારબંધી, બોર્ડરની વધુ નજીક જવાનો ગોઠવાશે


ભારત-પાક. સરહદ પર પાંચ દાયકા બાદ સુરક્ષાને લઇને મોટા ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ગૃહમંત્રાલય દ્વારા ભારત-પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલી સરહદી ચોકીઓ પર તારબંધીને હવે ઝીરો લાઇન પર શિફ્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજસ્થાનમાં આની શરૂઆત અનુપગઢ જિલ્લા સાથે જોડાયેલી ચોકીઓ સાથે કરવામાં આવી છે. ત્યારબાદ આને પંજાબ, જમ્મુ સહિત બીજાં રાજ્યોમાં લાગુ કરવામાં આવશે. ભારત-પાકિસ્તાન સરહદ પર સ્થાયી તારબંધી 1971માં કરવામાં આવી હતી. ત્યારબાદ હવે 2024માં ફેરફાર કરીને આને આગળ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નવા ફેરફાર માટેનો મોટો ફાયદો એ થશે કે બોર્ડર પર બીએસએફ હવે પાકિસ્તાનની વધુ નજીક પહોંચી જશે. પાકિસ્તાન પર ચાંપતી નજર રાખી શકાશે
1. પાકિસ્તાન દાણચોરો અને ડ્રોન પર બાજનજર રાખી શકાશે : નવી વ્યવસ્થાનો મોટો ફાયદો એ થશે કે બીએસએફની પાકિસ્તાની દાણચોરો પર વધુ નજીકથી નજર રાખી શકાશે. કેટલીક વખત પાકિસ્તાની દાણચોરો ઝીરો લાઇન પાર કરીને તારબંધી સુધી પહોંચી જાય છે.
2. ખેડૂતો હવે રસ્તા ભૂલશે નહીં : હાલમાં તારબંધી પેલે પારવાળા ખેતરોમાં ખેડૂતોને જવા માટે બીએસએફની મંજૂરી લેવી પડે છે. બીએસએફના જવાનો પણ તેમના પર નજર રાખવા અને સુરક્ષા માટે સાથે જાય છે.
3- ભારતીયોને જાસૂસ તરીકે પકડી શકાશે નહીં: પાકિસ્તાન હવે ભારતીયોને જાસૂસ બનાવી શકાશે નહીં. હકીકતમાં પાકિસ્તાન કેટલીક વખત સરહદ પર કામ કરનાર મજૂરોને લાલચ આપીને તેમને જાસૂસ તરીકે પકડી પાડે છે. હવે શું.. બીએસએફ અધિકારીઓએ કહ્યું કે હજુ આ પ્રયાગ માત્ર અનુપગઢ જિલ્લાની સરહદી ચોકીઓમાં થઇ રહ્યો છે. આ કામની શરૂઆત પણ થઇ ગઇ છે. આ કામ સફળ રહેશે તો આને બાકીનાં રાજ્યોમાં પણ અમલી કરાશે. હાલમાં રાજસ્થાનની સાથે પંજાબ, જમ્મુ સહિત કેટલાંક સરહદી રાજ્ય એવાં છે જ્યાં તારબંધીની સાથે સાથે ખેતી થાય છે. હાલમાં આ વ્યવસ્થા છે : તારબંધી 200થી 1000 મીટરની અંદર છે
સરહદોનું વિભાજન 1947માં થયું હતું. જોકે ત્યારે તારબંધી જેવી વ્યવસ્થા ન હતી. 1971ના યુદ્ધમાં બંન દેશો વચ્ચે તંગદિલી વધી હતી. એ વખતે સરહદ પર સ્થાયી તારબંધી કરવામાં આવી હતી. આ ઉપરાંત સરહદની સુરક્ષા પણ બીએસએફને સોંપી દેવામાં આવી હતી. આ તારબંધી ભારત-પાકિસ્તાન ઝીરો લાઇનથી પહેલાં ભારતીય સરહદમાં કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.