જમ્મુ-કાશ્મીરમાં પોલીસ અને સેના વચ્ચે મારામારી:3 લેફ્ટનન્ટ કર્નલ સહિત 16 લોકો સામે હત્યાના પ્રયાસનો કેસ; કુપવાડા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો - At This Time

જમ્મુ-કાશ્મીરમાં પોલીસ અને સેના વચ્ચે મારામારી:3 લેફ્ટનન્ટ કર્નલ સહિત 16 લોકો સામે હત્યાના પ્રયાસનો કેસ; કુપવાડા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો


જમ્મુ-કાશ્મીરના કુપવાડા પોલીસ સ્ટેશનમાં મંગળવારે રાત્રે સેના અને પોલીસ વચ્ચે મારામારી થઈ હતી. પોલીસ સ્ટેશન પર હુમલો કરવા બદલ 3 લેફ્ટનન્ટ કર્નલ સહિત 16 લોકો વિરુદ્ધ હત્યાના પ્રયાસની FIR નોંધવામાં આવી છે. આ ઘટના મંગળવાર-બુધવારની રાત્રે બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે ડ્રગ્સના કેસમાં 160 ટેરિટોરિયલ આર્મી જવાનોની પૂછપરછ કરી હતી. જેના કારણે આર્મી ઓફિસરો ગુસ્સે થઈ ગયા હતા. મોટી સંખ્યામાં ગણવેશધારી અને હથિયારધારી જવાનો પોલીસ સ્ટેશનમાં પ્રવેશ્યા હતા. વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ પણ તેમની સાથે હતા. પોલીસનો દાવો- આર્મી ઓફિસરોએ રાઈફલના બટ, લાકડીઓ અને લાતો વડે માર્યા
FIR મુજબ, સેના જૂથનું નેતૃત્વ લેફ્ટનન્ટ કર્નલ અંકિત સૂદ, રાજીવ ચૌહાણ અને નિખિલ કરી રહ્યા હતા. આ ત્રણેય અધિકારીઓ બળજબરીથી પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયા અને ત્યાં હાજર પોલીસ કર્મચારીઓ પર રાઈફલના બટ્સ, લાકડીઓ અને લાતોથી હુમલો કર્યો. FIRમાં લખવામાં આવ્યું છે કે સૈન્યના જવાનોએ તેમના હથિયારો લહેરાવ્યા, ઘાયલ પોલીસકર્મીઓના મોબાઈલ ફોન છીનવી લીધા અને એક પોલીસકર્મીનું અપહરણ કરીને સ્થળ પરથી ભાગી ગયા. સિનિયર પોલીસકર્મીઓએ તાત્કાલિક કાર્યવાહી કરીને પોલીસકર્મીને સેનાની પકડમાંથી મુક્ત કરાવી હુમલો કરનારની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સેનાના જવાનો અને અધિકારીઓ સામે આ કલમો હેઠળ નોંધાઇ FIR
આ FIR આઈપીસીની કલમ 186 (જાહેર કર્મચારીને ફરજમાં અવરોધ ઉભો કરવો), 332 (જાહેર કર્મચારીને ફરજ બજાવતા અટકાવવા માટે ઈજા પહોંચાડવી), 307 (હત્યાનો પ્રયાસ), 342 (બંધક બનાવવા), 147 (હુલ્લડ કરવું) હેઠળ નોંધવામાં આવી છે. આરોપીઓ સામે કલમ 149 (ગેરકાયદેસર રીતે જમા થયેલી ભીડના તમામ લોકો ખોટા કૃત્ય માટે દોષિત), 392 (ચોરી માટે સજા), 397 (જાનથી મારી નાખવું અથવા ગંભીર ઈજા પહોંચાડવાનો પ્રયાસ સાથે ચોરી અથવા લૂંટ), 365 (કોઇ વ્યક્તિને બંધક રાખવાના ઈરાદા સાથે અપહરણ કરવું) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સિવાય તેમની સામે આર્મ્સ એક્ટ હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે. સંરક્ષણ પ્રવક્તાએ કહ્યું- મારપીટના સમાચાર ખોટા
શ્રીનગરના સંરક્ષણ પ્રવક્તાએ આ ઘટનાને નાની ગણાવી હતી. તેમણે કહ્યું કે પોલીસ કર્મચારીઓ સાથે મારપીટના અહેવાલ ખોટા છે. પોલીસ કર્મચારીઓ અને ટેરિટોરિયલ આર્મી યુનિટ વચ્ચે ઓપરેશન મુદ્દે નજીવો વિવાદ થયો હતો, જે બંને પક્ષોએ શાંતિપૂર્ણ રીતે ઉકેલી લીધો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.