તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોર્ડ દ્વારા સાળંગપુર ગામમાં શાળાની આજુબાજુના વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું - At This Time

તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોર્ડ દ્વારા સાળંગપુર ગામમાં શાળાની આજુબાજુના વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું


(રીપોર્ટર: ચિંતન વાગડીયા બોટાદ બ્યુરો)
રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોય તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાનીયા અને આરોગ્ય વિભાગના મુખ્ય અધિકારી ડૉ.એ.કે.સિંગની અધ્યક્ષતામાં બોટાદ જિલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે ટાસ્ક ફોર્સ સેલ દ્વારા તમાકુ વિરોધી કાયદો “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ” (કોટપા-૨૦૦૩)નું સઘન અમલીકરણ થાય તે હેતુથી સાળંગપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએથી બરવાળા તાલુકાના સાળંગપુર ગામમાં શાળા પાસે ચેકીંગની કામગીરી કરાઇ હતી જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વેચતા વેપારીઓ, પાન-ગલ્લા પાર્લર વગેરે 17 સ્થળો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરી 6 જેટલા દુકાન ધારકો પાસેથી રૂ.300નો દંડ વસુલવામાં આવ્યો હતો ઉપરાંત તમાકુથી થતાં નુકસાન અંગેની માહિતી આપતાં પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે કે કેમ તેની ચકાસણી કરાઇ હતી આ કામગીરીમાં પ્રા.આ.કે. આયુષ મેડિકલ ઓફિસર ડૉ. ભાવિન શીલું તેમજ પ્રા.આ.કેન્દ્ર સુપરવાઈઝર શૈલેષભાઈ ડી. પરમાર, એમ.પી.એચ.ડબલ્યુ. મનીષભાઈ બારૈયા, પોલીસ વિભાગના પી.સી. અભુભાઈ આંબલીયા દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી, તેમ મુખ્ય આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.