ધંધુકા-લીંબડી હાઈવે પર શિવ પેટ્રોલીયમના ગુજરાત ગેસ સી.એન.જી પંપ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ.
અમદાવાદ જીલ્લાના ધંધુકા ખાતે ધંધુકા-લીંબડી હાઈવે પર શિવ પેટ્રોલીયમના ગુજરાત ગેસ સી.એન.જી પંપ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ.
ધંધુકા શહેર માં ઘણા વર્ષોથી ધંધુકામાં સી.એન.જી પંપ ની જરૂર હતી.ગેસ મેળવવા માટે ફેદરા- ૨૩ કી.મી, લીમડી-૩૦.કી.મી, રાણપુર-૨૮ કી.મી અને બરવાળા ૩૦ કી.મી સુધી વાહન અને રીક્ષાચાલકો ને જવુ પડતુ હતુ. શિવ પેટ્રોલીયમના અથાક પ્રયત્નોથી પછી ધંધુકાને સી.એન.જી પંપ મળતા વાહન ચાલકો અને રીક્ષા થી રોજગારી મેળવતા ચાલકો ને સમય અને આર્થિક લાભ થશે. ઘણા વર્ષો પછી સી.એન.જી પંપ શરૂ થતા ધંધુકા પંથક માં આનંદ છવાઈ ગયો છે.
શિવ પેટ્રોલીયમના ધંધુકા ખાતેના ગુજરાત ગેસ સી.એન.જી પંપ નું ઉદ્ઘાટન શ્રી વજુભાઈ વાળા (પૂર્વ રાજયપાલ કર્ણાટક) પ.પૂ.શ્રી મહામંડલેશ્વર શ્રી ૧૦૦૮ શ્રી આશુતોષ ગિરીજી (ભીમનાથ મહાદેવ તા.બરવાળા) તથા સાળંગપુર અક્ષર પુરૂષોતમ મંદિરના સંતો તથા ૫.પૂ.શ્રી ભક્તભૂષણ શ્રી જનકસિંહ સાહેબ (અમરધામ આશ્રમ છલાળા)ઉપરાંત ધંધુકા ધારાસભ્ય કાળુભાઈ ડાભી, ગુજરાત વિધાનસભાના દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, ગુજરાત રાજયના પૂર્વ મંત્રી લક્ષ્મણસિંહ પરમાર તથા પૂર્વ ચેરમેન ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ કુંશળ સિંહ પઢેરીયા તથા પ્રમુખ અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજ જશાભાઈ બારડ સહીતનાઓ એ દિપ પ્રાગટય કરી સી.એન.જી પંપ નું ઉદ્ઘાટન કર્યું હતુ.
આ પ્રસંગે સંતો મહંતો એ સી.એન.જી પંપ ને સફળતાપૂર્વક શરૂ કરવા બદલ અને તેના ગ્રાહકોને
આર્શીવચન આપ્યા હતા.આ પ્રસંગે વાજા જોરાવરસિંહ ધીરૂભા, વાજા જયપાલસિંહ હેમંતસિંહ તથા વાજા રણજીતસિંહ દેવીસિંહ તથા વાળા વિક્રમસિંહ ગગુભા સહીતના વાજા પરિવાર તથા વાળા પરિવાર ધ્વારા સંતો મહંતો તથા આગેવાનો મહેમાનો નું ભવ્ય ભારતીય સન્માન કર્યું હતુ. આ તકે વિશાળ સંખ્યામાં ગુજરાતના અમદાવાદ સુરેન્દ્રનગર જીલ્લા સહીતના તથા ધંધુકા, બરવાળા સહીતના તાલુકામાંથી વિશાળ સંખ્યામાં આગેવાનો એ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રીપોર્ટર. : સી કે બારડ
મો. : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.