જાફરાબાદના બંદર ચોકમાં આવેલ એસટી બસ નું પિકપ સ્ટેન્ડ બન્યું પશુઓ માટે અખાડો - At This Time

જાફરાબાદના બંદર ચોકમાં આવેલ એસટી બસ નું પિકપ સ્ટેન્ડ બન્યું પશુઓ માટે અખાડો


જાફરાબાદના બંદર ચોકમાં આવેલ એસટી બસ નું પિકપ સ્ટેન્ડ બન્યું પશુઓ માટે અખાડો

સ્વચ્છતા હી સેવા અભિયાનના ઉડ્યા ધજાગરા

જાફરાબાદ ખાતે બંદર ચોકમાં આવેલ શોભાના ગાંઠિયા સમાન પિકપ સ્ટેન્ડ આ પિકપ સ્ટેન્ડ માં રાત્રીના સમયે તથા દિવસે માલઢોર કુતરાંઓ નો અખાડો બન્યું છે. આ પિકપ સ્ટેન્ડ મા મુકવામાં આવેલ લોકો માટે બેસવાની ખુરશીઓ પણ ગાયબ થઈ ગઈ હોય લાખો રૂપિયા થી બનેલું પિકપ સ્ટેન્ડ પાલિકાની જાળવણી ના અભાવથી પશુઓના મળમૂત્ર ના ઢગલા જોવા મળી રહ્યા છે. આ પિકપ સ્ટેન્ડ ભરચક્ક બંદરમાં હોય અને હાલ કાળઝાળ ગરમીમાં નાગરિકો આકરાં તાપમાન થી બચવા માટે પિકપ સ્ટેન્ડ માં બેડવા માટે જતા હોય પરંતુ આ પિકપ સ્ટેન્ડ માં પશુઓના મળમૂત્ર પડેલા હોવાથી દુકાન બાજુમાં ઉભી બસની રાહ જોતા હોય છે. તો બીજી બાજુ આ પિકપ સ્ટેન્ડ માં બેસવા માટે ની ખુરશીઓ પર નથી આ બાબતે જાફરાબાદ નું સંબંધિત તંત્ર ધ્યાન આપશે કે નહીં ? અસંખ્ય ખદબદતી ગંદકી થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પાલિકા ની સ્વચ્છતા હી સેવા અભિયાનના ઉડી રહ્યા છે. લીરેલીરા આ પિકપ સ્ટેન્ડ ની બાજુમાં આવેલ યુરીનલ બ્લોક શૌચાલય પણ ગંદકી ખદબદતી હોય પરંતુ જવાબદાર અધિકારી નું પેટનુ પાણી પણ હલતું નથી આ યુરીનલ બ્લોક શૌચાલય તથા પિકપ સ્ટેન્ડ મુસાફર જનતા માટે મોટીસંખ્યામાં ઉપયોગી હોય તથા બાજુમાં આવેલ શૌચાલય પણ વેપારીઓ માટે તથા આમજનતા માટે ઉપયોગી હોવા છતાં પાલિકા ની બેદરકારીના લીધે સાફસફાઈ નો અભાવ જોવા મળી રહ્યો છે. બંદર ચોકમાં બહાર ગામથી અવતાર લોકો માટે પિકપ સ્ટેન્ડ કાળઝાળ ગરમીમાં નાગરિકો ના ઉપયોગ ના બદલે પશુઓનો અખાડો બની ગયો છે. તેમજ પશુઓના મળમૂત્ર ના કારણે દુર્ગંધ મારતું હોવાથી લોકો તડકામાં ઉભું રહેવું પડતું હોય છે. પરંતુ લાખો રૂપિયા થી બનેલું પિકપ સ્ટેન્ડ ની પાલિકા દ્વારા સાફસફાઈ કરવામાં પણ થતાં ઠાગાઠૈયા શું આ પિકપ સ્ટેન્ડ ની નગરપાલિકા દ્વારા સાફસફાઈ કરવામાં આવશે કે પછી હોતા હૈં ચલતા હૈ તેવું અપનાવવામાં આવશે આ પિકપ સ્ટેન્ડ માં અસંખ્ય ગરમીનાં લીધે લોકો તેમજ મુસાફરો આ બસ સ્ટેન્ડ માં બેઠવા જતા હોય પરંતુ પશુઓના મળમૂત્ર ના કારણે અને દુર્ગંધ મારતું હોવાથી લોકો દુર ભાગે છે. શું આ ખદબદતુ પિકપ સ્ટેન્ડ નગરપાલિકા ના ધ્યાન ઉપર આવશે તેવું મુસાફર જનતા માંથી ઉઠ્યા પ્રશ્નો આ બંદર ચોકમાં અનેક તહેવારોની ઉજવણી થતી હોય છે. ત્યારેજ સાફસફાઈ નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. પછીના દિવસોમાં સાફસફાઈ કરવામાં આવતી નથી અને ત્યાં સુધી જવાબદાર અધિકારી કે કર્મચારી ઓ જોવા કે ડોકાવા પણ આવતા નથી આ બાબતે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પિકપ સ્ટેન્ડ ની સાફસફાઈ કરવામાં આવે તેવી નાગરિકો માંથી માંગ ઉઠી છે.


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.