નોઈડામાં બહુમાળી ઈમારતના ACમાં બ્લાસ્ટ:10મા માળના ફ્લેટમાં આગ ફાટી નીકળી, એપાર્ટમેન્ટ ખાલી કરાવાયું; ફાયર ફાયટરે આગ પર કાબુ મેળવ્યો - At This Time

નોઈડામાં બહુમાળી ઈમારતના ACમાં બ્લાસ્ટ:10મા માળના ફ્લેટમાં આગ ફાટી નીકળી, એપાર્ટમેન્ટ ખાલી કરાવાયું; ફાયર ફાયટરે આગ પર કાબુ મેળવ્યો


​​​​​​નોઈડાના સેક્ટર-100 ખાતે લોટસ બુલેવર્ડ સોસાયટીમાં ગુરુવારે સવારે ભીષણ આગ લાગી હતી. સોસાયટીના ટાવર નંબર 28માં આગ લાગી હતી. ACમાં બ્લાસ્ટ થવાની સાથે જ આગ ભભુકી ઉઠી હતી અને ફેલાઈને ફ્લેટના બંને બેડરૂમ સુધી પહોંચી ગઈ. આ દરમિયાન રૂમમાં રાખેલી તમામ વસ્તુઓ સળગીને રાખ થઈ ગઈ હતી. ગાર્ડે સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયરની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. આ દરમિયાન હાઇડ્રોલિકની મદદ લેવામાં આવી હતી. આગને આજુ-બાજુના ફ્લેટમાં ફેલાતી અટકાવવામાં આવી
જણાવાયું હતું કે સોસાયટીના ટાવર-28માં બક્ષીનો ​​​​​​​ફ્લેટ છે. આ ફ્લેટના બે બેડરૂમમાં આગ લાગી હતી. એસીમાં આગ ફાટી નીકળી હતી, ત્યારબાદ જોરદાર ધડાકો થયો હતો. બ્લાસ્ટ થતાની સાથે જ આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. સદનસીબે આગ બાજુના ફ્લેટ સુધી પહોંચી ન હતી. નહીંતર મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. આ દરમિયાન સોસાયટીમાં લાગેલા ફાયર ઇક્વિપમેન્ટ અને ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. બિલ્ડિંગને ઠંડુ કરવા માટે પાણીનો છંટકાવ કર્યો
CFO પ્રદીપ ચૌબેએ જણાવ્યું કે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. જ્યારે આગ લાગી ત્યારે તમામ લોકો બહાર આવી ગયા હતા. સાવચેતીના ભાગરૂપે નજીકના ફ્લેટમાંથી પણ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આજુ-બાજુના ફ્લેટ પર પાણીના છંટકાવનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેથી બિલ્ડિંગને ઠંડું કરી શકાય.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.