અંબાજી એસટી ડેપો મા ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલ યોજાઈ - At This Time

અંબાજી એસટી ડેપો મા ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલ યોજાઈ


હાલ માં રાજકોટ ખાતે બનવા પામેલ ગોઝારી ઘટનાને ધ્યાને રાખી નિગમ અગાઉથી જ ફાયર સેફ્ટીના સાધનો સાથે સજ્જ હોવા છતા પણ ફાયર સેફ્ટી ના સાધનો ની ચકાસણી અને પૂર્તતા ના સકારાત્મક અભિગમ ને પગલે વિભાગીય નિયામક શ્રી પાલનપુર કિરીટભાઈ ચૌધરી સાહેબ ના આદેશ અનુસાર તમામ કર્મચારીઓ ને ફાયર એસ્ટીગ્યુસર નો સાચો ઉપયોગ આવડે તે હેતુ ને સિદ્ધ કરવા આ બાબત ના નિષ્ણાતો ની મદદ થી ફાયર બાબત મોકડ્રિલ રાખી સૌ ને માહિતગાર કરાયા હતા.
આ ઉમદા ઉદ્દેશ્ય સંદર્ભે આજરોજ અંબાજી ડેપો ખાતે ફાયર ડિપાર્ટમેન્ટ ના સહયોગ થકી અંબાજી ફાયર ઓફિસર શ્રી પટેલ સાહેબ અને એમની ટીમ દ્વારા ફાયર વાન સાથે ફાયર એકટીગ્યુસર નો સાચો અને સારો ઉપયોગ કેવીરીતે કરી શકાય અને તે નો ઉપયોગ કરતા કઈ કંઈ બાબતો નું ધ્યાન રાખવું વગેરે બાબતે ખૂબ સુંદર સમજણ આપી અને સમગ્ર સ્ટાફ અને મુસાફર જનતા ને પણ રસ પડે અને જ્ઞાન મળે એમ ફાયર એકસ્ટીગ્યુસર મોકડ્રીલ કરાઈ જે ખરા અર્થમાં અર્થપૂર્ણ રહી આ કાર્યક્રમ માં હાજર રહી સાચા અર્થ માં સફળ બનાવવા માટે ડેપોમેનેજર, અંબાજી રઘુવીરસિંહ સક્રિય રહી કાર્યક્રમ માટે સૌ નો આભાર વ્યક્ત કર્યો હતો.

અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા


9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.