પરમેશ્વર ફુંકવાલએ ઈસ્ટ કોસ્ટ રેલવેના જનરલ મેનેજરનું પદ સંભાળ્યું
પરમેશ્વર ફુંકવાલ, આઈ.આર.એમ.એસ. એ ઈસ્ટ કોસ્ટ રેલવેમાં જનરલ મેનેજરનું પદ સંભાળ્યું છે. તેઓ આઈ.આઈ.ટી. કાનપુરના પૂર્વ વિદ્યાર્થી છે અને ભારતીય રેલવે એન્જિનિયરીંગસેવાઆઈRSIના 1988 બેચના અધિકારી છે. દાયકાઓના ઉલ્લેખનીય કાર્યકાળની સાથે, તેમણે ડી.આર.એમ./રાજકોટ, એ.ડી.આર.એમ./અમદાવાદ, અધ્યક્ષ/આર.આર.બી. અમદાવાદ અને કાર્યકારી નિદેશક/આર.ડી.એસ.ઓ. જેવા કેટલાક મહત્વપૂર્ણ વિભાગોનો કાર્યભાર કુશળતાપૂર્વ સંભાળ્યો છે. ઈસ્ટ કોસ્ટ રેલવેમાં પોતાની નિમણૂંકથી પહેલાં, ફુંકવાલ પશ્ચિમ રેલવે, મુંબઈમાં પ્રધાન મુખ્ય એન્જિનિયર તરીકે કાર્યરત હતા
તેમણે આર.ડી.એસ.ઓ. માં પોતાના કાર્યકાળ દરમિયાન ગતિ વધારવા માટે પાટાઓ અને પુલોના ક્ષેત્રમાં નવીન ટેકનોલોજીને રજૂ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. રેલવે એન્જિનિયરીંગ સિવાય, તેમને માનવ સંસાધન કાર્યો, અનુસંધાન અને ડિઝાઈન તેમજ સામાન્ય પ્રશાસનમાં બહોળો અનુભવ છે. તેમણે આંતરરાષ્ટ્રીય પત્રિકાઓમાં ટ્રેક, બ્રિજ અને પર્યાવરણ એન્જિનિયરીંગ અંગે કેટલાક શોધ પત્ર પ્રકાશિત કર્યા છે. તેમણે બેઈજીંગ (ચીન), કાલગામાં ઈન્ટરનેશનલ હેવી હૉલ એસોસિએશન (આઈ.એચ.એચ.એ.) સમ્મેલનોમાં પણ શોધ પત્ર રજૂ કર્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.