સરકારી બાબુઓ ની રહેમ નજર તળે પ્રકૃતિ પર્યાવરણ સાથે ચેડાં થતાં ગરમીનું પ્રમાણ વધ્યું…!
બનાસકાંઠા સરહદી વિસ્તાર રણ નજીક આવેલ સુઈગામ. ભાભર. વાવ. થરાદ. દિયોદર. કાંકરેજ તાલુકાઓના વિસ્તારોમાં નર્મદા કેનાલોમાં વર્ષ 2008 થી પાણી આવતા હજારો લાખો વૃક્ષો લીલાછમ થયાં હતાં.ચારે બાજુ હરિયાળી છવાઈ ગઈ.પરંતુ અત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી લીલા વૃક્ષોનું છેદન થઇ રહેયું છે. આની પાછળ કયાંક ને કયાંક સરકારની પણ ઢીલી નીતિ જવાબદાર હોય તેવું દેખાઈ રહેયું છે.કારણ કે સરકારે પણ 86 જાતના વૃક્ષોના છેદન કરવાનું પરિપત્ર જાહેર કરેલ છે.આવા પરિપત્રોની આડમાં મોટા પૂજીપતિઓ એ હજારો સોમીલો ઉભી કરી લાખો લીલા વૃક્ષોનું છેદન કરાવી લાખોપતિ માંથી કરોડોપતિ થવાની લાલચે પર્યાવરણ સાથે ચેડાં કરી રહયા છે.સરકારશ્રી ફોરેસ્ટ વિભાગમાં દર વર્ષે લાખો હજારો રૂપિયા ગ્રાન્ટ ફાળવી વૃક્ષોની સલામતી અને પર્યાવરણની જાળવણી બચાવ માટે વાપરી રહી છે.આમ જનતાના ટેક્સના પૈસે ફોરેસ્ટ વિભાગના નોર્મલ રેન્જ અને વિસ્તરણ રેન્જ હજારો કર્મચારીઓના પગાર ભથ્થા ચૂકવાઈ રહેયા છે લાખો નર્સરીઓમાં વૃક્ષોનો ઉછેર કરવા પાણી ખાતર દવાઓ બિયારણ ખર્ચ થઈ રહેયા છે. બીજી બાજુ સેવાભાવી સંસ્થાઓ વૃક્ષો વાવી પર્યાવરણને બચાવાના પ્રયત્નો કરી રહી છે. પરંતુ આ અતિ તાપમાન વૃક્ષ છેદનનું કારણ હોય તેવું જણાઇ રહ્યું છે..? તાપમાન વધતાં અને ગરમીના કારણે રાજ્યમાં રોજે રોજ કેટલાય એ પશુપક્ષી સહિત માનવ જીવન પર માઠી અસર જોવા મળે છે.અને પક્ષીઓની એવી કેટલીએ જાતિઓ આપણા વચ્ચે થી લુપ્ત થઇ રહી છે.ખરેખર આ લીલા વૃક્ષોનું આ રીતે છેદન થતું રહેશે તો આવનારા સમયમાં માણસ પશુ પક્ષીઓનું શું થશે એ વિચારવાનું રહેયું..?સરકારશ્રી વૃક્ષ છેદન તેમજ સો મીલો પર લગામ કસે તેવો કાયદો લાવે તો જ પર્યાવરણનું તેમજ વૃક્ષોનું જતન થશે નહીંતર આવનાર સમય જનજીવન માટે ખુબ જ વિકટ હશે.
9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.