બોટાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ શહેરના કૃષ્ણસાગર તળાવમાં લોકોને ન્હાવા પર પ્રતિબંધ ફરમાવ્યો - At This Time

બોટાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ શહેરના કૃષ્ણસાગર તળાવમાં લોકોને ન્હાવા પર પ્રતિબંધ ફરમાવ્યો


(રિપોર્ટ અસરફ જાંગડ)
બોટાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.એલ.ઝણકાતે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ પોતાને મળેલી સત્તાની રૂએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે કે, બોટાદ જિલ્લાના બોટાદ ખાતે આવેલા કૃષ્ણસાગર તળાવમાં લોકોને ન્હાવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામું તા.૨૬/૦૭/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ વિરુદ્ધ ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ ની કલમ-૧૮૮ અન્વયે કાનુની કાર્યવાહીને પાત્ર થશે. આ હુકમ અન્વયે બોટાદ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સપેક્ટર તથા તેમનાથી ઉપરના દરજ્જાના પોલીસ અધિકારીઓને આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિઓ વિરુદ્ધ ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ-૧૮૮ અન્વયે ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.