તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોર્ડ દ્વારા બોટાદ તાલુકાના રંગપર ગામમાં શાળાની આજુબાજુના વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરાયુ
ચેકિંગ દરમિયાન ૧૫ સ્થળો પરથી ૯ જેટલા દુકાન ધારકો પાસેથી દંડ વસુલાયો
(રીપોર્ટર: ચિંતન વાગડીયા)
રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લા ક્લેકટર જીન્સી રોય અને જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનીયાના નેતૃત્વમાં જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એ.કે. સિંગની અધ્યક્ષતામાં બોટાદ જીલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિનઅધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે ટાસ્ક ફોર્સ સેલ કામગીરી કરી રહ્યું છે તમાકુ વિરોધી કાયદો “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ” (કોટપા-૨૦૦૩)નું સઘન અમલીકરણ થાય તે હેતુથી તુરખા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ ટાસ્ક ફોર્સ દ્વારા બોટાદ તાલુકાના રંગપર ગામમાં શાળા પાસે સરપ્રાઈઝ ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વેચતા વેપારીઓ, પાન-ગલ્લા પાર્લર સહિત ૧૫ સ્થળો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરી ૯ જેટલા દુકાન ધારકો પાસેથી રૂ.૪૫૦નો દંડ વસુલવામાં આવ્યો હતો આ કામગીરીમાં પ્રા.આ.કે. મેડીકલ ઓફિસર ડૉ. આશિષ વેદાણી, આયુષ મેડિકલ ઓફિસર ડૉ. રાધેશ ધ્રાંગધરિયા, પ્રા.આ.કેન્દ્ર સુપરવાઈઝર જયેશ ચૌહાણ, શ્રી વીણાબેન ગોહિલ, ફી.હે.વ ગોપીબેન પરમાર, પોલીસ વિભાગના એ.એસ.આઇ હરેશભાઈ ખેરાલિયા દ્વારા આ કામગીરી ખુબ જ ચોકસાઈપૂર્વક કરવામાં આવી હતી તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.