ચોટીલા ખાતે પીવા ના પાણી માટે મહિલાઓ રણચંડી બની રજુઆત કરવામાં આવી
*ચોટીલા થાનગઢ મુળી ના ગામડાઓ માં પીવા ના પાણી માટે પ્રજા રામભરોસે*
*ચોટીલા ખાતે મોટીસંખ્યામાં બહેનો રાજુભાઈ કરપડા સાથે રજુઆત મા જોડાયા*
ચોટીલા થાનગઢ મુળી તાલુકાનાં ગામડાઓમાં પીવા ના પાણી માટે પ્રજા રઝળપાટ કરી રહી છે પશુઓ માલઢોર ભાંભરડા પાડે છે તેમછતાં આ નિષ્ઠુર તંત્ર ના કાને આ જનતા નો કે અબોલજીવ નો અવાજ કાને અથડાતો નથી ત્યારે અનેક વર્ષોથી પીવા ના પાણી માટે આંદોલન કરવામાં આવે છે રજુઆત કરવામાં આવે છે પરંતુ પરિસ્થિતિ માં કોઈ બદલાવ આવતો નથી આજથી ૪૦ વર્ષ પહેલાં જે ટેન્કર પ્રથા હતી તે આજે પણ જૈ સે થૈ જોવા મળી રહી છે અને ટેન્કરો માટે રજુઆત કરવામાં આવે છે ત્યારે સવાલ એ પેદા થાય છે કે "નલ સે જલ યોજના " નું સુરસુરિયા યોજનાઓ માં જોવા મળે છે આજે ચોટીલા ખાતે રાજુભાઈ કરપડા આમ આદમી પાર્ટી ના હોદેદારો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ પણ રજુઆત માટે દોડી આવેલ હતા અને સુત્રોચ્ચાર કરતાં અધિકારી ઓ પણ છલકછલાણુ રમત રમતા જોવા મળી રહ્યા હતા
*આઝાદીના 75 વર્ષ પછી પણ વિકાસની વાતો કરનારી સરકાર ચોટીલા તાલુકામાં પીવાનું પાણી પહોંચાડવામાં નિષ્ફળ..!* રહી હતી
*આજે મોટી સંખ્યામાં તાલુકાના ગામડાઓમાંથી લોકોને હાજર રાખી "આપ" નેતા રાજુભાઈ કરપડા એ ડેપ્યુટી કલેકટર ને ધારદાર રજૂઆત કરી હતી. આ તકે લગત વિભાગના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા..! પરિણામ સ્વરૂપે અમુક ગામડાઓમાં આવતીકાલથી વધારાના ટેન્કરો ચાલુ થશે અને ચાર વર્ષથી ઢોકળવા ગામનો પ્રશ્ન લટકતો હતો તેમાં ડેપ્યુટી કલેકટર પોતાની ટીમને સાથે રાખી આવતીકાલે સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી કરાવશે.!*
*થાનગઢ અને ચોટીલા ને પાણી પૂરું પાડતા પંપીગ સ્ટેશન માં શુદ્ધ પાણી ના પંપ જ 2 વર્ષ થી બંધ હાલત માં છે. લોકો બીમારી નો ભોગ બને એવું કાચું પાણી આપવામાં આવી રહ્યુંછે. કલોરિનેશન પણ થતું નથી ત્યારે જવાબદારો સામે કાર્યવાહી ની માંગ પણ કરવામાં આવી હતી*
*રામકુભાઇ કરપડા મુળી*
9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.