ગાંધીગ્રામની 15 વર્ષીય સગીરા ગુમ : અપહરણનો ગુનો દાખલ - At This Time

ગાંધીગ્રામની 15 વર્ષીય સગીરા ગુમ : અપહરણનો ગુનો દાખલ


ગાંધીગ્રામની 15 વર્ષીય સગીરા ગુમ થતા અપહરણનો ગુનો દાખલ થયો છે. દસ દિવસ પહેલા પણ સગીરા કોઈને કહ્યા વગર ઘરેથી નિકળી ગઈ હતી અને બીજા દિવસે પરત આવેલ, આ વખતે બે દિવસે પણ કોઈ પતો ન લાગતા ફરિયાદ નોંધાઇ છે. ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
23 વર્ષીય ભાઈએ પોતાની બહેનના અપહરણ અંગે ફરિયાદ આપતા જણાવ્યું કે, તે રીક્ષા ચલાવે છે. ગાંધીગ્રામ વિસ્તારમાં રહે છે. તેના પરીવારામાં તેની પત્ની, દીકરી, પિતા, નાનો ભાઈ, અને તેનાથી નાની 15 વર્ષીય બહેન છે. બહેન અભ્યાસ નહોતી કરતી. માતાનું અવસાન થયું હતું અને પત્ની હાલ તેના માવતરે છે. તા.24/05/2024 ના રોજ સવારે 8 વાગ્યે તેના પિતા ડાયાલીસીસ માટે હોસ્પિટલ ગયા. તેનો નાનો ભાઈ પણ સવારના આઠેક વાગ્યે કામ કરવા માટે ઘરેથી નિકળી ગયેલ. તે ઘરે સુતો હતો ત્યારે તેને સગીર બહેને ઉઠાડ્યો.
તો તેણે નીંદરમાં જ કહ્યું કે, ચા મૂકી દે. તે દસેક વાગ્યે ઉઠેલ ત્યારે જોયું તો તેની બહેન ઘરમાં નહોતી. બહાર તપાસ કરી પણ મળી નહીં. પિતા-ભાઈને ફોન કરી જાણ કરી. સગા વ્હાલાઓને બહેન વિષે ફોન કરી પુછેલ પણ 15 વર્ષીય બહેન ક્યાંય મળી આવેલ નહીં. દસેક દિવસ પહેલા પણ આવી રીતે સગીરા કોઈને કહ્યા વગર ઘરેથી નિકળી ગયેલ. બાદ બીજા દિવસે પરત આવી ગયેલ હતી. આ વખતે બે દિવસથી ન આવતા ફરિયાદ નોંધાવી છે. પોલીસે અપહરણનો ગુનો નોંધી સગીરાની શોધખોળ હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.