“પંચાયત પરિષદ” એ તમામ ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોનું એક સહિયારુ મંડળ
પંચાયતી રાજ
દર માસની 25 મી તારીખે ગાંધીનગર સ્થિત પંચાયત પરિષદ દ્વારા "પંચાયત પરિષદ" નામનું માસિક બહાર પાડવામાં આવે છે. આ માસિકમાં પંચાયતનો વહીવટ અંગે, પંચાયત ધારા ની જોગવાઈઓ, તેનો અમલ, વગેરે ઉદાહરણ સાથે વિગતવાર સમજાવતા લેખો હોય છે. બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે "પંચાયત પરિષદ" એ તમામ ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોનું એક સહિયારુ મંડળ છે. તેમના માટે તાલીમ, માર્ગદર્શનનું કેન્દ્ર અને હિમાયતનું પ્લેટફોર્મ છે. આ માસિકમાં પંચાયત ધારાના નિષ્ણાતો દ્વારા પ્રશ્નોત્તરી સ્વરૂપે લેખો હોય છે, તલાટિ કમ મંત્રી, સરપંચ અને વોર્ડ સભ્યોને માર્ગદર્શક બને છે. તમામ પંચાયતોને આ માસિક વિનામુલ્યે મોકલવામાં આવે છે. જો તમારી પંચાયતને આ ન મળતું હોય તો તે માટે "ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદ" ,સેક્ટર 17, ગાંધીનગર ફોન - 079 - 23222243 ; અથવા gppprishad@gmail.com પર સંપર્ક કરશો.
પંચાયત સિવાય કોઈ નાગરિક અથવા સંસ્થા જો આ માસિક મેળવવા ઈચ્છે તો તેઓ પણ રૂ.200 વાર્ષિક લવાજમ ભરીને મેળવી શકે છે. તે માટે પણ ઉપર આપેલા ફોન, ઈમેલ પર સંપર્ક કરી શકો. લોકશાહીને મજબૂત અને સશક્ત અને સાચા અર્થમાં કાર્યાન્વિત કરવી હોય તો પહેલા ગ્રામસભા, ગ્રામપંચાયતનો વહીવટ સ્વચ્છ, પારદર્શી, અસરકારક અને જવાબદેહી બનાવવો પડે અને તે માટે "પંચાયત પરિષદ" જેવા માસિક જરૂરી ભાથું પૂરું પડે છે. દર મહિને આ માસિકદ્વારા મહત્વપૂર્ણ માહિતી રસપ્રદ રીતે સદર કરવા બદદલ Jayesh K Kalia જયેશ સર અને ઉપાધ્યાય સરનો આભાર .અને અભિનંદન ..!!
રીપોટર- અશોક ચૌહાણ
ગારીયાધાર
ભાવનગર
99 781 28 943
9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.