રાત્રે ઊંઘમાં પરિવારને કુહાડીથી રહેંસી નાખ્યો:MPમાં ભાઈ-ભાભી, પત્ની સહિત 8ની નિર્મમ હત્યા કરી મોભીએ ગળાફાંસો ખાધો; નરાધમે 4-5 વર્ષનાં બાળકોને પણ ન છોડ્યાં - At This Time

રાત્રે ઊંઘમાં પરિવારને કુહાડીથી રહેંસી નાખ્યો:MPમાં ભાઈ-ભાભી, પત્ની સહિત 8ની નિર્મમ હત્યા કરી મોભીએ ગળાફાંસો ખાધો; નરાધમે 4-5 વર્ષનાં બાળકોને પણ ન છોડ્યાં


MPના છિંદવાડામાં એક યુવકે તેના પરિવારના 8 સભ્યોની હત્યા કરીને પોતે પણ ગળાફાંસો ખાધો છે. આરોપીએ પહેલા તેની પત્નીને કુહાડીથી રહેસી નાંખી હતી, પછી તેની માતા-બહેન, ભાઈ-ભાભી અને બે ભત્રીજી અને ભત્રીજાની હત્યા કરી. કાકાના ઘરે ગયા બાદ તેણે 10 વર્ષના બાળક પર પણ હુમલો કર્યો હતો, પરંતુ તે જીવ બચાવીને ભાગી ગયો હતો. આ પછી લોકોએ પોલીસને જાણ કરી હતી. આ ઘટના તામિયા તહસીલના માહુલઝિર પોલીસ સ્ટેશનના બોદલ કછાર ગામમાં બની હતી. ગઈ રાત્રે 2.30 વાગ્યે, આરોપીએ તેની પત્ની (23), માતા (55), ભાઈ (35), ભાભી (30), બહેન (16), ભત્રીજો (5), બે ભત્રીજી (4 અને દોઢ વર્ષ)ની હત્યા કરી નાખી. ઘટના બાદ ગામના લોકોમાં ભયનો માહોલ છે. ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એસપી મનીષ ખત્રીના જણાવ્યા અનુસાર, આરોપીના લગ્ન 21 મેના રોજ જ થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આરોપીની માનસિક સ્થિતિ સારી નથી. ભૂતકાળમાં હૌશંગાબાદમાં પણ તેની સારવાર કરાઈ હતી. પોલીસને સવારે 3 વાગ્યે ઘટનાની માહિતી મળી હતી. નજીકના પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘરમાં લાશો પડી હતી, આરોપીની લાશ થોડે દૂર ઝાડ પર લટકતી હતી. ઘરમાં હત્યા કર્યા... પછી મોટાબાપાના ઘરે પહોંચ્યો બોદલ કછાર એક આદિવાસી પ્રભુત્વ ધરાવતું ગામ છે. આરોપી દિનેશનું ઘર ગામની એક તરફ છે. લોકોનો વસવાટ ઓછો છે. પરિવારના તમામ સભ્યોની હત્યા કર્યા બાદ તે મોટાબાપાના ઘરે પહોંચ્યો હતો. મોટાબાપાનું ઘર તેના ઘરથી 50 મીટર દૂર છે. અહીં તેણે 10 વર્ષના બાળક પર હુમલો કર્યો, કુહાડી બાળકના જડબા પર વાગી હતી. આ દરમિયાન તેની દાદીએ આવીને બૂમાબૂમ કરી અને આરોપી ભાગી ગયો. આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. એસપીના જણાવ્યા અનુસાર પોલીસે જંગલમાં શોધખોળ કરી હતી. આરોપીનો મૃતદેહ ગામથી 150 મીટર દૂર એક નાળાના કિનારે ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યો હતો. બાળકને તામિયાથી છિંદવાડા સારવાર માટે લઈ જવામાં આવ્યો છે. ફોરેન્સિક ટીમે પણ ઘટના સ્થળે તપાસ હાથ ધરી છે. પીસીસી ચીફે X- પર લખ્યું, ગરીબી, બેરોજગારીએ પરિવારોને તણાવમાં ધકેલી દીધો
પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે સત્ય બહાર લાવવા માટે આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. તેમણે X- પર લખ્યું મધ્યપ્રદેશ સરકાર પાસે ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે માટે કડક પગલાં ભરવાની મારી માંગ કરું છું. મધ્યપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જીતુ પટવારીએ X પર લખ્યું, 'મધ્યપ્રદેશ જંગલરાજની ટોચને પાર કરી ચૂક્યું છે. ગરીબી, બેરોજગારી અને આર્થિક તંગીના કારણે મોટી સંખ્યામાં પરિવારો તણાવમાં અને ડિપ્રેશનમાં ધકેલાઈ જાય છે. મોંઘવારીએ ગ્રામીણ વિસ્તારોને સૌથી વધુ અસર કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.