મોડાસા બી.બી.એ. કોલેજના ચાર વિદ્યાર્થીઓ યુનિવર્સીટીની સેમ.૬ ના પરિણામમાં ટોપ-૧૦ માં ઝળકયા. - At This Time

મોડાસા બી.બી.એ. કોલેજના ચાર વિદ્યાર્થીઓ યુનિવર્સીટીની સેમ.૬ ના પરિણામમાં ટોપ-૧૦ માં ઝળકયા.


હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા તાજેતરમાં યોજાયેલ બી.બી.એ. સેમેસ્ટર - ૬ માર્ચ – અપ્રિલ – ૨૦૨૪ નું પરિણામ જાહેર થયેલ છે. જેમાં મોડાસા બી.બી.એ કોલેજના આચાર્ય તુષાર એમ. ભાવસારના જણાવ્યા અનુસાર યુનિવર્સિટીના પરિણામ કરતા વધુ પરિણામ લાવવાની પરપંરા કોલેજે જાળવી રાખેલ છે. બી.બી.એ. કોલેજની વિદ્યાર્થીની પંચાલ દિનલ સંદિપભાઈ ૭૦૦ માંથી પ૯૪ ગુણ પ્રાપ્ત કરી સમગ્ર યુનિવર્સિટીમાં ૩ (ત્રીજા) અને કોલેજમાં પ્રથમ જયારે પટેલ પ્રેક્ષા મુકેશભાઈ એ ૭૦૦ માંથી ૫૮૧ ગુણ પ્રાપ્ત કરી સમગ્ર યુનિવર્સિટીમાં ૪ (ચોથો) અને કોલેજમાં દ્વિતિય જયારે શાહ વિધિ એવનકુમાર એ ૭૦૦ માંથી ૫૭૫ ગુણ પ્રાપ્ત કરી સમગ્ર યુનિવર્સિટીમાં ૭ મો (સાત) અને કોલેજમાં તૃતિય સ્થાન પ્રાપ્ત કરેલ છે. પટેલ નકુલ શૈલેષકુમાર એ ૭૦૦ માંથી ૫૭૧ ગુણ પ્રાપ્ત કરી સમગ્ર યુનિવર્સિટીમાં ૧૦ મો (દસ) અને કોલેજમાં ચોથું સ્થાન પ્રાપ્ત કરેલ છે. જેમાં પ્રો.દિપીકાબેન ઈસરાનીના મેનેજમેન્ટ અને એકાઉન્ટિંગના વિષયમાં ૧૦૦% પરિણામ મેળવેલ છે. જે બદલ મંડળના પ્રમુખશ્રી નવિનચંદ્ર આર. મોદી, ઉપપ્રમુખશ્રી મહેન્દ્રભાઈ.વી.શાહ, મંત્રીશ્રી રમેશભાઈ. પી. શાહ, કોલેજના આચાર્ય ડૉ. તુષાર એમ. ભાવસાર તથા ટીચીંગ અને નોનટીચીંગ સ્ટાફે આ અમૂલ્ય સિધ્ધી બદલ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.