રાજુલાના અમૂલી બાબરીયાધાર સિમ માંથી શંકાસ્પદ લાશ મામલે રાજુલા પોલીસએ હત્યાનો ગુન્હો નોંધ્યો 1 આરોપી રાઉન્ડપ કર્યો - At This Time

રાજુલાના અમૂલી બાબરીયાધાર સિમ માંથી શંકાસ્પદ લાશ મામલે રાજુલા પોલીસએ હત્યાનો ગુન્હો નોંધ્યો 1 આરોપી રાઉન્ડપ કર્યો


રાજુલાના અમૂલી બાબરીયાધાર સિમ માંથી શંકાસ્પદ લાશ મામલે રાજુલા પોલીસએ હત્યાનો ગુન્હો નોંધ્યો 1 આરોપી રાઉન્ડપ કર્યો

ભાવનગર ફોરેન્સિક રિપોર્ટ માટે લાશ મોકલતા મારા માર્યાનો રિપોર્ટ આવ્યો હત્યાનો ગુન્હો નોંધાયો

રાજુલા તાલુકામાં બાબરીયાધાર અને અમુલ ગામની સીમ વિસ્તારમાં મોડી 2 દિવસ પેલા લાશ મળતા રાજુલા પોલીસ એલસીબી સહીત ટીમો દોડી તાપસ હાથ ધરી મૃતક મહુવા તાલુકાના દુધેરી ગામનો રહેવાસી જેન્તીભાઇ પાછાભાઈ શિયાળ ઉ. 36 હોવાની માહિતી મળી હતી પ્રથમ રાજુલા હોસ્પિટલમાં ખસેડ્યા બાદ માથાનાભાગે ઈજાઓ હોવાને કારણે લાશ શંકાસ્પદ હોવાની પોલીસને આશંકા જતા રાજુલા પોલીસએ ઘટનાની ગંભીરતા સમજી ફોરેન્સિક રિપોર્ટ માટે ભાવનગર હોસ્પિટલમા ખસેડવામાં આવી છે મૃતકને માથાનાભાગે ઈજાઓ હોવાને કારણે પોલીસને હત્યાની આશંકા જય રહી હતી અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટિમ રાજુલા સર્વેલન્સ સ્કોડ સહિતની ટિમો જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી હતી મૃતકના પરિવારના નિવેદન લેવાયા હતા ત્યારબાદ ફોરેન્સિક રિપોર્ટ માટે લાશને ભાવનગર મોકલતા માર માર્યાનો રિપોર્ટ આવતા રાજુલા પોલીસએ 302 મુજબ હત્યાનો ગુન્હો નોંધવામાં આવ્યો છે
આરોપી સામે પોલોસ ફરિયાદ નોંધાય તપાસ શરૂ
મૃતકના ભાઈએ રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં આરોપી વિહાભાઈની સાથે બાબરીયાધાર તથા અમૂલી ગામે વાડીમા ભાગવું રાખવા માટે ગયો હતો કોઈ પણ સમયે કોઈકારણોસર આરોપી ઓ એ મૃતકને માથાનાભાગે બોથડ પદાર્થ વડે જીવલેણ ઘા મારી માથાનાભાગે ગંભીર ઈજાઓ કરી મોતને ઘાટ ઉતારી લાશ સિમમાં મૂકી આરોપી ફરાર થયો હતો આ ઘટનામાં રાજુલા પોલીસએ હત્યાનો ગુન્હો નોંધી 1 વ્યક્તિને રાઉન્ડપ કરી પુછ પરછ હાથ ધરી છે હત્યાનું કારણ જાણવા પોલીસની કવાયત હાથ ધરી છે


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.