બાયડના ઝાંઝરીમાં ત્રણ યુવાનો ડૂબ્યા. - At This Time

બાયડના ઝાંઝરીમાં ત્રણ યુવાનો ડૂબ્યા.


બાયડ તાલુકાના આંબલીયારા પાસે આવેલ ઝાંઝરીનો ધોધ કે જે ભોગીયા ધરા તરીકે પણ ઓળખાય છે ત્યાં આજે ગોજારી ઘટના બની.બાયડ તાલુકાના ઝાંઝરીમાં અમદાવાદના ત્રણ યુવાનો ડૂબ્યા. અમદાવાદ ઓઢવના ત્રણ યુવાનો ઝાંઝરી ખાતે પિકનિક માટે આવ્યા હતા તે દરમ્યાન નાવા પડ્યા હતા. નાહવા પડેલા ત્રણ યુવાનોમાંથી એક યુવાન બચી ગયો હતો. જ્યારે બે યુવાન હજુ પણ લાપતા છે.(NDRF) ની અને ફાયર ની ટીમ ઘટના સ્થળે પહોંચી ડૂબેલા યુવાનો ની શોધખોળ શરૂ કરી હતી. આ ભોગીયા ધરામાં અત્યાર સુધી કેટલાય યુવાનોનો ભોગ લેવાયો છે છતાં પણ તંત્ર દ્વારા આ ધોધ ને કોઈ કોર્ડન કરવામાં આવતું નથી કે કોઈ ખતરા સૂચક બોર્ડ પણ મૂકવામાં આવતું નથી.ધટનાની જાણ આંબલીયારા પોલીસે ને થતા પોલીસ ઘટના સ્થળે આવી ને આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.