કેદારનાથ પછી હવે કન્યાકુમારી:ચૂંટણી પ્રચાર પૂરો થયા પછી અહીં ધ્યાનમાં બેસશે મોદી, વિવેકાનંદજીએ અહીં જ વિકસિત ભારતનું સપનું જોયેલું - At This Time

કેદારનાથ પછી હવે કન્યાકુમારી:ચૂંટણી પ્રચાર પૂરો થયા પછી અહીં ધ્યાનમાં બેસશે મોદી, વિવેકાનંદજીએ અહીં જ વિકસિત ભારતનું સપનું જોયેલું


વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીના સાતમા અને છેલ્લા ચરણની સીટ માટે ચૂંટણી પ્રચાર પૂરો થયા બાદ તમિલનાડુ જઈ શકે છે. પીએમ મોદી તમિલનાડુ પહોંચી કન્યાકુમારી સ્થિત વિવિકાનંદ રોક મેમોરિયલ પહોંચીને ધ્યાન કરી શકે છે. સાતમા ચરણમાં 57 લોકસભા સીટ માટે 1 જૂનના રોજ મતદાન થવાનું છે. આ સીટ માટે ચૂંટણી પ્રચાર 30 મેની સાંજે 5 વાગ્યે બંધ થઈ જશે. સૂત્રો પ્રમાણે ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ પીએમ મોદીનો 30 મેની રાતે જ તમિલનાડુના કન્યાકુમારી પહોંચવાનો કાર્યક્રમ છે. જાણકારી પ્રમાણે પીએમ મોદી 31 મેના રોજ વિવેકાનંદ રોક મેમોરિયલ જઈ શકે છે. 31 મેના રોજ આખો દિવસ પીએમ રોક મેમોરિયલ પહોંચી ધ્યાન કરી શકે છે. આ પહેલાં પીએમ મોદીની 30 મે, ગુરુવારે પંજાબમાં સભા પણ છે. પીએમ મોદી 30 મેના રોજ પંજાબના હોશિયારપુરમાં ચૂંટણી જનસભાને સંબોધિત કરશે. પંજાબમાં ચૂંટણી સભા પછી પીએમ મોદીનો તમિલનાડુ જવાનો કાર્યક્રમ છે જ્યાં તેઓ રાતે આરામ પણ કરશે. જોકે, પીએમ મોદીનો 31 મે અને 1 જૂનનો ઓફિશિયલ કાર્યક્રમ હાલ જાહેર થયો નથી. પ્રચાર બંધ થયા બાદ પીએમ મોદી ધ્યાન કરશે
સાતમા તબક્કા માટે ચૂંટણી પ્રચાર સમાપ્ત થયા પછી, વડાપ્રધાન 30 મેથી 1 જૂન સુધી કન્યાકુમારીની મુલાકાત લેશે. કન્યાકુમારીમાં પીએમ મોદી રોક મેમોરિયલની મુલાકાત લેશે અને 30 મેની સાંજથી 1 જૂનની સાંજ સુધી સ્વામી વિવેકાનંદે જ્યાં ધ્યાન કર્યું હતું તે જ સ્થળે ધ્યાન મંડપમમાં દિવસ-રાત ધ્યાન કરશે. કન્યાકુમારીને જ કેમ પસંદ કર્યું?
કન્યાકુમારીનું રૉક મેમોરિયલ એ જ સ્થાન છે જ્યાં સ્વામી વિવેકાનંદે ભારત માતાનું વિઝન જોયું હતું. આ શિલાની સ્વામી વિવેકાનંદના જીવન પર ઘણી અસર પડી હતી. લોકો માને છે કે જેમ ગૌતમ બુદ્ધના જીવનમાં સારનાથનું વિશેષ સ્થાન છે, તેવી જ રીતે આ શિલા સ્વામી વિવેકાનંદના જીવનમાં પણ વિશેષ સ્થાન ધરાવે છે. દેશભરમાં ફર્યા બાદ તેઓ અહીં પહોંચ્યા અને ત્રણ દિવસ સુધી તપસ્યા કરી અને વિકસિત ભારતનું સ્વપ્ન જોયું. તે જ સ્થળે ધ્યાન કરવું એ સ્વામી વિવેકાનંદના વિકસિત ભારતના દૃષ્ટિકોણને જીવનમાં લાવવા માટે પીએમ મોદીની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ જગ્યાનું આટલું મહત્ત્વ કેમ છે?
માન્યતાઓ અનુસાર, દેવી પાર્વતીએ પણ તે જ સ્થાન પર એક પગ પર બેસીને ભગવાન શિવની રાહ જોઈ હતી. આ ભારતનો દક્ષિણ છેડો છે. સાથે જ, આ તે સ્થાન છે જ્યાં ભારતના પૂર્વ અને પશ્ચિમ દરિયાકિનારા મળે છે. આ હિંદ મહાસાગર, બંગાળની ખાડી અને અરબી સમુદ્રનું મિલન સ્થળ પણ છે. પીએમ મોદી કન્યાકુમારી જઈને રાષ્ટ્રીય એકતાનો સંકેત આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ તમિલનાડુ પ્રત્યેની વડાપ્રધાનની ઊંડી પ્રતિબદ્ધતા અને પ્રેમ પણ દર્શાવે છે કે તેઓ ચૂંટણી પૂરી થયા પછી પણ રાજ્યની મુલાકાતે છે. પીએમ ચૂંટણી પ્રચારના અંતે આધ્યાત્મિક યાત્રા કરવા માટે જાણીતા છે. આ વખતે તે 30મી મેના રોજ કન્યાકુમારી પહોંચશે અને 1લી જૂન સુધી ત્યાં રહેશે. તેમણે 2019માં પણ આવું જ કર્યું હતું. પીએમ મોદીએ 2019માં કેદારનાથની મુલાકાત લીધી હતી, જ્યારે 2014માં તેમણે શિવાજીના પ્રતાપગઢની મુલાકાત લીધી હતી. 2019માં પ્રચાર બંધ થયા બાદ કેદારનાથ ગયા હતા પીએમ
આ પહેલીવાર નથી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર પૂરો થયા પછી ક્યાંક ધ્યાન કરવા જઈ રહ્યા હોય. પીએમ મોદી 2019ની લોકસભા ચૂંટણીમાં છેલ્લા તબક્કાની સીટો માટે ચૂંટણી પ્રચાર પૂરો થયા બાદ ધ્યાન કરવા પણ ગયા હતા. ત્યારબાદ પીએમ મોદી ઉત્તરાખંડના કેદારનાથ ગયા હતા. ઉત્તરાખંડમાં કેદારનાથ પહોંચ્યા બાદ પીએમ મોદીએ રુદ્ર ગુફામાં ધ્યાન કર્યું. આ વખતે પીએમ મોદી કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલ જવાના છે. પીએમનો આ ધ્યાન કાર્યક્રમ ચૂંટણી પ્રચાર અને મતદાનની સમાપ્તિ વચ્ચેનો છે. 1 જૂનના રોજ આ સીટ પર મતદાન થવાનું છે
લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં 1 જૂનના રોજ યુપી, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ સહિત આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 લોકસભા બેઠકો માટે મતદાન થશે. આ તબક્કામાં કુલ 904 ઉમેદવારો મેદાનમાં છે. યુપીમાં લોકસભાની 13 બેઠકો પર 144 ઉમેદવારો, પંજાબની 13 બેઠકો પર 328, પશ્ચિમ બંગાળની નવ બેઠકો પર 124 અને બિહારની આઠ બેઠકો પર 134 ઉમેદવારો મેદાનમાં છે. હિમાચલ પ્રદેશની ચાર બેઠકો પર 37 ઉમેદવારો, ઝારખંડની ત્રણ બેઠકો પર 52 અને ઓડિશાની છ બેઠકો પર 66 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આ તબક્કામાં બેઠકો માટે 2105 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાંથી 954 ઉમેદવારી પત્રો માન્ય જણાયા હતા. 50 ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.