મુળી એટીવીટી માં દાખલાઓ માટે વિધાર્થી અને વાલીઓ ની લાંબી લાઈનો - At This Time

મુળી એટીવીટી માં દાખલાઓ માટે વિધાર્થી અને વાલીઓ ની લાંબી લાઈનો


*મુળી એટીવીટી માં દાખલાઓ માટે વિધાર્થી ઓની લાંબી લાઈનો લાગી*

*ટીડીઓ મામલતદાર પગ ઉપર પગ ચડાવી આરામ ફરમાવી રહ્યા છે વાલીઓ વિધાર્થી ઓ લાઈનો મા તડપી રહ્યા છે*

મુળી તાલુકા એટીવીટી માં દાખલાઓ માટે વિધાર્થી ઓ અને વાલીઓ લાબી લાઈનો લગાવી ખડેપગે ઊભા છે સતત બે કલાકે વારો આવે છે ત્યારે નહીં પંખાની સુવિધા કે પાણી ની સુવિધા કોઈ ઉપ્લબ્ધ કરવામાં આવી નથી અને બે દીવસ સતત ધક્કો ખાધા બાદ દાખલાઓ મળે છે ત્યારે નઘરોળ તંત્ર એસી ઓફિસ માં પગ ઉપર પગ ચડાવી આરામ ફરમાવી રહ્યા છે ત્યારે અચાનક આ બાબતે અનેક વાલી ની ફરિયાદ ના કારણે સ્થળ તપાસ કરતા સત્ય હકીકત બહાર આવી હતી આ બાબતે ટીડીઓ નો સંપર્ક સાધતા તેઓ વગડીયા મુકામે હોય અને મામલતદાર પણ બહાર હોય ત્યારે ૨૦૯ દાખલાઓ મા તેઓ ની સહીઓ ને કારણે વાલી વિધાર્થી સાંજે પાંચ વાગ્યા એ સહીઓ કરવામાં આવે છે આ બાબતે અધિકારી ઓએ સતત મૌન સેવી લીધુ હતું એટીવીટી માં જે રૂપિયા આપે તેઓના દાખલા વહેલાસર નિકળે છે અન્ય ને બીજા દિવસ આવવાનુ કહેવામાં આવે છે ત્યારે વાલીઓ મા રોષ ભભુકી ઉઠ્યો છે

*રામકુભાઇ કરપડા મુળી*


9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.