સાહેબ’ ગોલામાંથી 10 કિલો વાસી માવો-રાજશકિત ડેરીમાંથી 35 કિલો એકસપાયર્ડ ટોસ્ટનો નાશ
ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો આઇસ્ક્રીમ, ગોલા, ઠંડા પીણા સહિતના બરફના ઠંડા પદાર્થોનું ખુબ સેવન કરી રહ્યા છે ત્યારે ગોલા બજારમાં રાઉન્ડ શરૂ કરાયા છે. તેમાં ભીડવાળી જગ્યાઓ પર આરોગ્યલક્ષી ધોરણોનું પાલન કરવા ચાલતી કામગીરી વચ્ચે ગઇકાલે જયુબીલી મેઇન રોડ પર આવેલા સાહેબ લચ્છી એન્ડ ગોલામાંથી વાસી માવાનો 10 કિલો જથ્થો મળી આવતા નાશ કરાયો છે તો જંકશનની રાજશકિત ડેરીમાંથી 3પ કિલો વાસી ટોસ્ટ જેવી બેકરી આઇટમ પણ મળી આવતા કુલ ૪પ કિલો માલનો નાશ કરાયો હતો.
મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન જ્યુબેલી મેઇન રોડ, પોલીસ ચોકી સામે આવેલસાહેબ લચ્છી એન્ડ ગોલામાં તપાસ કરતા પેઢીમાં ગ્રાહકોને વેચાણ કરતાં ગોલામાં ઉપયોગમાં લેવાતો વાસી માવો મળી આવ્યો હતો જે 10 કિલો માલનો સ્થળ પર નાશ કરીને પેઢીને યોગ્ય સ્ટોરેજ, હાઈજેનિક કન્ડિશન જાળવવા નોટીસ આપવામાં આવી છે.
ઉપરાંત જંકશન પ્લોટ, શેરી નં.5/9 કોર્નર પાસે આવેલ મુકામે આવેલ રાજશક્તિ ડેરી ફરસાણ સ્વીટ માર્ટમાં ચેકીંગ કરતા બેકરી પ્રોડ્કટ-રસપટ્ટીનો એકપાયરી થયેલ અંદાજીત 35 કિલો જથ્થો સ્થળ પર મળી આવતા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના વાહનમાં સ્થળ પર નાશ કર્યો હતો અને પેઢીને નોટીસ આપી હતી. આ રીતે ઉનાળામાં ઠંડક આપતા ખાદ્ય પદાર્થો વેંચનારા ધંધાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવાની જરૂર હોવાનો મત છે.
દરમ્યાન ફૂડ વિભાગની ટીમે સેફટી વાન સાથે શહેરના વાવડી ગામ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 21 ધંધાર્થિઓને ત્યાં 17 ખાદ્ય પદાર્થની ચકાસણી કરી હતી અને ર૧ દુકાનદારોને લાયસન્સ માટે સૂચના આપી હતી.
વાવડી ગામ વિસ્તારમાં જે ધંધાર્થીઓને નોટીસ આપવામાં આવી તેમાં (1)શ્રીજી પ્રોવિઝન સ્ટોર (2)રાજ ચામુંડા ડેરી ફામ (3) પટેલ ડેરી ફાર્મ (4)શિવ ડેરી જનરલ સ્ટોર (5)સુમરા પ્રોવિઝન સ્ટોર (6) જીજે-3 ફેન્સી ઢોસા (7)બાલાજી જનરલ સ્ટોર (8)રઘુનંદન જનરલ સ્ટોર (9) શિવ ફાર્મસી (10)ઉમા ફ્લોર મીલ (11)મોગલ કોલ્ડ્રિંક્સ (12)લક્ષ્મી પ્રોવિઝન સ્ટોર (13)બાલાજી કોલ્ડ્રિંક્સ (14)રામદેવ નાસ્તા હાઉસ (15)ઉમિયાજી ડેરી ફાર્મ (16)ખોડિયાર ડેરી ફાર્મ (17)મોવૈયા આઇસ્ક્રીમ (18)પટેલ પ્રોવિઝન સ્ટોર (19)લક્ષ્મી કિરણાં (20)દેવ પાણીપૂરી (21)ભાગ્યલક્ષ્મી ફરસાણનો સમાવેશ થાય છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.