બોટાદમાં શ્રી સ્વામિનારાયા મુખ્ય મંદિરમાં શ્રીહરિકૃષ્ણ મહારાજનાં કેશર ચંદન સૂકામેવાનાં કલાત્મક ચંદનનાં વાઘાનાં શણગાર - At This Time

બોટાદમાં શ્રી સ્વામિનારાયા મુખ્ય મંદિરમાં શ્રીહરિકૃષ્ણ મહારાજનાં કેશર ચંદન સૂકામેવાનાં કલાત્મક ચંદનનાં વાઘાનાં શણગાર


(કનુભાઈ ખાચર દ્વારા )
ભારતીય સંસ્કૃતિ યુગોથી દેવસેવાને પ્રાધ્યાન આપતી આવી છે. ભગવાનની મૂર્તિનું સેવન કરી તેનું લાલનપાલન કરી માનવી માનસિક શાંતિ અનુભવે છે અને સૃષ્ટિના સર્જનહારે જીવ-પ્રાણીમાત્રની શારિરીક સુખાકારી માટે ત્રણ ઋતુની રચના કરી છે. શિયાળો, ચોમાસાની ઋતુઓ જીવસૃષ્ટિને ખુશખુશાલ રાખે પરંતુ ઉનાળાની ઋતુનાં તાપથી પૃથ્વી પરના જીવો આકુળ-વ્યાકુળ થઈ જાય. આવી પ્રકોપ ઋતુમાં અક્ષયતૃતીયાથી કલાત્મક સંતો શીતળ-શાંત વાઘા ધરાવે છે જેનો હજારો ધર્મપ્રેમી જનતા દેવદર્શનનો લાભ લઈ ખુબ જ શાંતિ અનુભવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.