પ્રાંત અધિકારી, ખંભાળીયા દ્વારા ઢાંઢાવાડા ડેમ – વડત્રા ગામની સીમમાં એક હિટાચી મશીન તથા પાંચ ટ્રક સીઝ કરાયાં
તા.૨૭/૦૫/૨૦૨૪ ના સવારે ૧૧:૩૦ વાગ્યાની આસપાસ પ્રાંત અધિકારીશ્રી, ખંભાળીયાની આગેવાની હેઠળ કચેરીના સ્ટાફ સાથે ઢાંઢાવાડા ડેમ - વડત્રા ગામની સીમમાં આકસ્મીક ચેકિંગ કરતા બિન અધિકૃત રીતે માટી-મોરમનું ખનન કરતા ૧ હિટાચી મશીન તથા ૫ ટ્રક પકડીને દેવભૂમિ દ્વારકાના ભૂસ્તરશાસ્ત્રીને આગળની કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા સોંપવામાં આવેલ છે.
ખનીજ ચોરી સાથે સંકળાયેલા આવા ઇસમો વિરૂધ્ધ આગળની કાર્યવાહી તંત્ર દ્વારા હાલ શરૂ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.