રાજકોટના એકપણ ગેમઝોનમાં ફાયર એનઓસી ન હોવાનું ખુલ્યું
આરએન્ડબી સિવિલ, ઇલેક્ટ્રિકલ, PGVCL સહિતની ટીમે કમિશનરને રિપોર્ટ સોંપ્યો
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના બાદ સફાળી જાગેલી રાજ્ય સરકારની સૂચનાના પગલે મ્યુનિસિપલ કમિશનરની સૂચનાના પગલે અધિક કલેકટર ચેતન ગાંધીની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોના 22 જેટલા અધિકારીઓની ટીમ રચી 19 જેટલા ગેમ ઝોનમાં તપાસ હાથ ધરાઈ હતી જેમાં બાલભવન અને ફનવર્લ્ડને બાદ કરતા 11 ગેમ ઝોનમાં ફાયર એનઓસી ન હોવાની તથા અન્ય પણ ઘણી બધી ત્રુટીઓ હોવાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે. જે અંગેનો અહેવાલ મ્યુનિસિપલ કમિશનરને સોંપી દેવાયાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.